Surat Video : જહાંગીરપુરામાંથી ગુમ થયેલી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Surat Video : જહાંગીરપુરામાંથી ગુમ થયેલી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

| Edited By: | Updated on: Sep 13, 2023 | 6:44 PM

ટાંકીમાંથી આ રીતે બાળકીનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકી કઇ રીતે ટાંકીમાં પડી? તે અંહી સુધી કેવી રીતે પહોંચી? બાળકી સાથે શું દુર્ઘટના બની તેવા અનેક સવાલનો જવાબ અકબંધ છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકીનો મૃતદેહ મળતા પરિજનોમાં માતમ છવાયો છે, તો DCP કક્ષાના પોલીસ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Surat : સુરતના જહાંગીરપુરામાં ગઇકાલે ખોવાયેલી 4 વર્ષીય બાળકીનો (Girl) આજે મૃતદેહ મળી આવ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક મકાનનું બાંધકામ ચાલે છે, તેની પાણીની ટાંકીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો છે. બાળકીના મોતને લઇ અનેક-તર્ક વિતર્ક સર્જાયા છે. બાળકી ગઇ કાલથી ઘરે નહોતી આવી. તો, પરિજનોએ પોલીસમાં ફરિયાદ કરીને શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચો Surat : વરાછામાં ઝોનમાં ACBની સફળ ટ્રેપ, શહેરી વિકાસ વિભાગના અધિકારી રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

ટાંકીમાંથી આ રીતે બાળકીનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાળકી કઇ રીતે ટાંકીમાં પડી? તે અંહી સુધી કેવી રીતે પહોંચી? બાળકી સાથે શું દુર્ઘટના બની તેવા અનેક સવાલનો જવાબ અકબંધ છે. જે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બાળકીનો મૃતદેહ મળતા પરિજનોમાં માતમ છવાયો છે, તો DCP કક્ષાના પોલીસ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ બાળકીના મોત અંગે વધુ ખુલાસા થશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો