સુરત વીડિયો :ખેડૂતોની સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માંગ! સરકારે આપ્યો આ જવાબ

|

Jun 28, 2024 | 12:48 PM

સુરત: ખેડૂતોની સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માગ સંદર્ભે સરકાર તરફથી નિવેદન સામે આવ્યું છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન મુકેશ પટેલ તરફથી માંગણી સંદર્ભે નિવેદનઆપવામાં આવ્યું છે.

સુરત: ખેડૂતોની સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવાની માગ સંદર્ભે સરકાર તરફથી નિવેદન સામે આવ્યું છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન મુકેશ પટેલ તરફથી માંગણી સંદર્ભે નિવેદનઆપવામાં આવ્યું છે.

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ઉનાળા દરમિયાન પણ ખેડૂતોને પાણી આપ્યું છે. ઉનાળામાં પાણી છોડવાને કારણે કેનાલની હાલ સફાઇ કામગીરી હાલમાં ચાલી રહી છે. ડેમનું લેવલ જાળવવાના હાલ પ્રયાસો ચાલી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના મંત્રીએ વધુમાં કહ્યું હતું કે “જો વરસાદ ખેંચાશે તો રૂલ લેવલ નીચે જઈને પણ કેનાલમાં પાણી છોડાશે”

Next Video