સુરત વીડિયો : પે એન્ડ પાર્કિંગ મામલે કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટર આમને – સામને, શું છે સમગ્ર મામલો?

|

Jun 20, 2024 | 9:25 AM

સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પે એન્ડ પાર્કિંગ મામલે કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટરે આમને - સામને આવી ગયા છે. મામલે બન્ને પક્ષ વચ્ચે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

સુરત : દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાં પે એન્ડ પાર્કિંગ મામલે કોન્ટ્રાક્ટર અને આપના 2 કોર્પોરેટરે આમને – સામને આવી ગયા છે. મામલે બન્ને પક્ષ વચ્ચે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ઘટનાની વાત કરવામાં આવે તો સુરતમાં પે એન્ડ પાર્કિંગને કોન્ટ્રાક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. આ પાર્કિંગ ગેરકાયદેસર હોવાનું કહી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે 10 લાખ રૂપિયાની લાંચ માગી હોવાની ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવી છે. AAPના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયા સામે ACBમાં ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેટર સાથે કોર્પોરેશનના એક અધિકારી અને કર્મચારીની સંડોવણી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.ફરિયાદીએ પોતાની પાસે તમામ પુરાવા હોવાનું પણ જણાવ્યુ છે.

ફરિયાદીની ફરિયાદ બાદ આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પાર્કિંગ કોન્ટ્રાક્ટકર ખોટી રીતે કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયા બાદ પણ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા હોવાનું જણાવ્યુ અને તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા હોવાનું  કહ્યું હતું.

Published On - 8:15 am, Thu, 20 June 24

Next Video