Surat : આરોગ્યની સુવિધાઓને લઈ કેન્દ્રીય આરોગ્યપ્રધાનનું નિવેદન “ટેલિ મેડિસીન અને ટેલિ કન્સલ્ટેશનની સુવિધા શરૂ કરાશે”

|

Mar 27, 2022 | 10:32 PM

મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરની અંદર મેડિકલ કોલેજો ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ રહી છે. તેમાં વધારો કરીને 586 જેટલી કરવામાં આવી છે. સરકાર ઈચ્છે છે કે મેડિકલ સુવિધા એકસેબલની સાથે એફોર્ડેબલ પણ હોવી જોઈએ. 

સમગ્ર દેશ અને ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓ વધુ મજબૂત કરવા કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ હોવાનો કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો છે. સુરતમાં (Surat) કેન્દ્રીય આરોગ્યપ્રધાન (Mansukh Mandvia)મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં ટેલિ મેડિસીન અને ટેલિ કન્સલ્ટેશનની સુવિધા શરૂ કરાશે. જેના માટે ઈ સંજીવની એપનો ઉપયોગ કરવાનો રહેશે. ઈસંજીવની એપના માધ્યમથી દર્દી પોતાની પ્રાથમિક સારવાર ઘરે બેઠા જ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. દેશમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ચાલી રહ્યું છે.આરોગ્યની સુવિધા મજબૂત કરવાના કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. દરેક જિલ્લામાં 5 વર્ષની અંદર 100 કરોડનો ખર્ચ કરાશે. રાજ્ય સરકાર પણ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખોલી રહી છે. ગામે-ગામ આરોગ્યની સુવિધાઓ મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે- તેઓ જ્યારે ભણતા હતા ત્યારે મેડિકલ કૉલેજ એક સ્વપ્ન હતું. પણ ફક્ત 7 વર્ષમાં મેડિકલ કૉલેજની સંખ્યા 387થી વધીને 596 થઈ ગઈ છે.

મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશભરની અંદર મેડિકલ કોલેજો ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ રહી છે. તેમાં વધારો કરીને 586 જેટલી કરવામાં આવી છે. એમ.બી.બી.એસ ની બેઠક પહેલા 52,000 હતી તેને પણ વધારી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દેશમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થાય અને તે દિશામાં સરકાર સતત નિર્ણયો લઈ રહી છે. સરકાર ઈચ્છે છે કે મેડિકલ સુવિધા એકસેબલ ની સાથે એફોર્ડેબલ પણ હોવી જોઈએ.

 

આ પણ વાંચો : ગુજરાતમાં વનરક્ષકના કથિત પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : ગુજરાતમાં તલાટીઓને ભજન મંડળી ગણવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો

Next Video