સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવનું આયોજન

| Edited By: | Updated on: Jan 03, 2022 | 9:35 PM

કોંગ્રેસ દ્વારા વરાછા વિસ્તારની અંજની સોસાટીમાં કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. જેમાં સાત દિવસ સુધી રચનાત્મક કાર્યક્રમો કરી ખાડી મહોત્સવ ઉજવવામાં આવશે.

ગુજરાતમાં ભાજપ દ્વારા ઉજવવામાં આવેલા નદી ઉત્સવના વિરોધમાં સુરતમાં કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો છે. જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં શહેરમાં દુર્ગંધયુક્ત ખાડી શાસકોને ધ્યાને આવે અને લોકોને સુવિધાઓ મળે તે હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા વરાછા વિસ્તારની અંજની સોસાટીમાં કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. જેમાં સાત દિવસ સુધી રચનાત્મક કાર્યક્રમો કરી ખાડી મહોત્સવ ઉજવવામાં આવશે. ભાજપ દ્વારા થતા તાયફાઓ અને પ્રજાના પૈસાને વેડફવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા છે.

સુરત શહેરમાં હાલ ભાજપ પક્ષ સત્તા પર છે. તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિપક્ષમાં છે. જેના પગલે ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા કામો અને પ્રજાની મુશ્કેલીઓ ઉજાગર કરવા માટે વિપક્ષ દ્વારા અનેક અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે. જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપે સરકારે આઝાદી ક અમૃત મહોત્સવ દરમ્યાન નદી ઉત્સવની ઉજવણી કરી હતી.

જેનું  ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલે તાપી નદીના તટ પરથી કરી હતી. જેમાં નદીની સાફ સફાઇ અને તેના મહત્વ લગતા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ નદી ઉત્સવનું અમદાવાદની સાબરમતી નદી આરતી દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, નવા 1259 કેસ નોંધાયા, ત્રણના મોત, ઓમીક્રોનના 16 કેસ

આ પણ વાંચો :  Banaskantha : આર્મી સહિત વિવિધ ફોર્સમાં જોડાવા માંગતા યુવાનો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે