સુરત : કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો, જુઓ વીડિયો

સુરત : કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jun 30, 2024 | 10:10 AM

સુરત: કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો. મામલો બિચકતા પોલીસે બેંકના ડિરેક્ટર પરેશ શાહની પોલીસે ધરપકડ કરી છે. 

સુરત: કોસંબા મર્કન્ટાઈલ સહકારી બેંકના પ્રમુખ પદની ચૂંટણીમાં હોબાળો મચ્યો હતો. મામલો બિચકતા પોલીસે બેંકના ડિરેક્ટર પરેશ શાહની પોલીસે ધરપકડ કરી છે.

હરિફ જૂથના 6 ડિરેક્ટરોએ બહિષ્કાર કરી વોક આઉટ કર્યું હતું. વિવાદિત ડિરેક્ટર પરેશ શાહે મિટિંગમાં જઈ વોટિંગ કરતાં હરીફ જૂથે વોક આઉટ કર્યુ હતું. મતદાન બાદ કોસંબા પોલીસે પરેશ શાહની ધરપકડ કરી છે. ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ ચરમ સીમાએ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે ધી કોસંબા મર્કન્ટાઇલ કો ઓ બેંક લિમિટેડમાં પ્રમુખના અઢી વર્ષનો કાર્યકાલ પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી દરમિયાન ભાજપના જ બે જૂથ સામ સામે આવી ગયા હતા.