Surat: વરરાજાને રખડતા શ્વાને ભર્યુ બચકું, પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા હોસ્પિટલ પહોંચ્યા, જુઓ Video

Surat: વરરાજાને રખડતા શ્વાને ભર્યુ બચકું, પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા હોસ્પિટલ પહોંચ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 13, 2023 | 7:27 PM

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવતા છે. ત્યારે ગત 6 તારીખે એક ઈસમને શ્વાને બચકું ભર્યું હતું. જોકે શ્વાન કરડ્યા બાદ જે રસી મુકાવવી જરૂરી છે. જેને લઈ પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે આ યુવક પહોંચ્યો હતો.

સુરત શહેરમાં ભૂતકાળમાં અલગ અલગ વિસ્તારોમાં રખડતા શ્વાનોએ બચકાં ભર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે આવી ઘટનાને લઈ સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે એક વરરાજા પીઠી ચોળેલી હાલતમાં રસી લેવા પહોંચ્યા હતા. સુફિયાન ઈસ્માઈલ પટેલ નામના યુવકના લગ્ન હતા, પરંતુ ગત 6 મેંના રોજ તેને શ્વાને બચકું ભરી લીધું હતું, જેથી આજે તે પીઠી ચોળેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે રસી લેવા પહોંચ્યો હતો.

આ ઉપરાંત અન્ય એક આધેડને પણ શ્વાને બચકું ભરતા તે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા છે. કામ માટે બહાર નીકળેલા વ્યક્તિ પર બેથી ત્રણ શ્વાન તૂટી પડ્યાં હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાન હુમલામાં 50 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે એક અલાયદું વોર્ડ પણ શરુ કરવામાં આવ્યું છે. જ્યાં આજે લાંબી કતારો પણ જોવા મળી હતી.

વરરાજા સિવિલ હોસ્પિટલ ખાતે રસી મુકાવવા પહોંચ્યો

સુફિયાન ઈસ્માઈલ પટેલે જણાવ્યું હતું કે ગત 6 મેંના રોજ અમરોલી કોસાડ આવાસ પાસે બપોરે 2 વાગ્યાની આસપાસ શ્વાને પગમાં બચકું ભરી લીધું હતું. હું ત્યારે સિવિલ હોસ્પિટલ રસી મુકાવવા આવ્યો છું. ઘરે લગ્નનો માહોલ છે બધા લગ્નના માહોલમાં વ્યસ્ત છે. પરંતુ મને શ્વાને પગમાં બચકું ભર્યું હતું, જેથી આજે રસી લેવા આવ્યો છું તેમ જણાવ્યુ હતું.

આ પણ વાંચો : 50 વર્ષના વ્યકિત પર બેથી ત્રણ શ્વાને કર્યો હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયા

સિવિલ હોસ્પિટલના RMO કેતન નાયકે જણાવ્યું હતું કે સિવિલમાં અલાયદું કલીનીક પણ ચાલે છે. રોજના 30 થી 40 જેટલા કેસો આવી રહ્યા છે. તેમણે કહ્યું જો શ્વાને બચકું ભયું હોય તો વ્યક્તિએ હડકવા વિરોધી રસી લેવી જોઈએ. ભૂતકાળમાં લોકોને શ્વાન બચકા ભરે તો 14 ઇન્જેક્શન લેવા પડતા હતા પરંતુ હવે 5 ઈન્જેક્શનનો જ કોર્સ હોય છે. તેઓએ વધુમાં જાણાવ્યું હતું કે એક વખત રેબીસ થઇ ગયા પછી વ્યક્તિને બચાવવો ખુબ જ મુશ્કેલ હોય છે. રેબીસ થઇ જાય પછી લગભગ મૃત્યુ નિશ્ચિત છે જેથી લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહી. અને સમય સર રસી મુકાવવી જોઇએ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 13, 2023 07:26 PM