સુરત : ચોરે પહેલા શીશ ઝુકાવ્યું અને પછી મંદિરની દાનપેટી તોડી ચોરી કરી, જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાના વીડિયો

| Edited By: | Updated on: Jan 17, 2024 | 1:40 PM

સુરત : સુરતમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક ચોર પહેલા મંદિરમાં શીશ ઝુકાવ્યું અને ભગવાનની માફી માંગી  મંદિરની દાનપેટી તોડી દાનની રકમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

સુરત : સુરતમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક ચોરએ  પહેલા મંદિરમાં શીશ ઝુકાવ્યું અને બાદમાં મંદિરની દાનપેટી તોડી દાનની રકમ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

કામરેજ ચારરસ્તા નજીક તસ્કરે એક મંદિરને નિશાન બનાવ્યું હતું. વહેલી સવારે મંદિરમાં પ્રવેશી સૌ પ્રથમ ભગવાન ના દર્શન કર્યા અને બાદમાં મોકો મળતાં જ દાનપેટી તોડી દાનની આશરે 30થી 35 હજાર રોકડની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.

તસ્કરના આંટાફેરા અને મંદિરમાં ચોરી માટે પ્રવેશની ઘટના  CCTV કેમેરામાં કેદ થઈ હતી. ચોરી બાબતે મંદિરના સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ છે.

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 17, 2024 01:37 PM