સુરત : આશ્રમશાળામાં શિક્ષકે માસુમ બાળકીઓને અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક અડપલાં કર્યા, પોલીસે જેલ ભેગો કર્યો

સુરત : આશ્રમશાળામાં શિક્ષકે માસુમ બાળકીઓને અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક અડપલાં કર્યા, પોલીસે જેલ ભેગો કર્યો

| Edited By: | Updated on: Nov 02, 2023 | 8:47 AM

સુરત : ભરૂચ બાદ સુરતમાં શિક્ષકની લંપટલીલાઓ  શિક્ષક જગતમાં માસુમ બાળકીઓની સલામતીને લઈ પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. માંડવીની  એક આશ્રમ શાળાના શિક્ષકે પાંચમા ધોરણમા અભ્યાસ કરતી બાળકીને મોબાઈલમા અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક અડપલાં કાર્ય હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સુરત : ભરૂચ બાદ સુરતમાં શિક્ષકની લંપટલીલાઓ  શિક્ષક જગતમાં માસુમ બાળકીઓની સલામતીને લઈ પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. માંડવીની  એક આશ્રમ શાળાના શિક્ષકે પાંચમા ધોરણમા અભ્યાસ કરતી બાળકીને મોબાઈલમા અશ્લીલ વિડિઓ બતાવી શારીરિક અડપલાં કર્યા  હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મામલો પોલીસ સુધી પહોંચતા શિક્ષકને જેલના સળિયા ગણતો કરી દેવાયો છે.

માંડવી તાલુકાની આશ્રમ શાળામાં હાર્દિક સુધીર પંડ્યા નામનો શિક્ષક આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી સગીર વયની માસુમ બાળકીઓ સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી શારીરિક અડપલા કરી રહ્યો હોવાની ફરિયાદ બાળકીએ પરિવારને કરી હતી.શિક્ષક માસુમ બાળકીની એકલતાનો લાભ મળે ત્યારે પોતાના મોબાઈલમા અશ્લીલ વિડિઓ બતાવતો અને વિકૃત માનસિકતા સાથે અડપલાં કરતો હતો.

ત્રણથી ચાર સગીરાઓ આ શિક્ષકની વિકૃતિનો શિકાર બની હોવાનું અનુમાન છે અને તે દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લોમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.શિક્ષકના મોબાઈલને તકનીકી તપાસ માટે FSLમા મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

Input Credit : Jignesh Mehta- Bardoli

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો