Surat: રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલે નધોઈ ગામમાં કર્યુ મતદાન, ગ્રામજનોને પણ મતદાન કરવા કરી અપીલ

|

Dec 19, 2021 | 2:17 PM

Gram Panchayat Election: રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલે TV9 ગુજરાતી સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે મે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે અને ગ્રામજનોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

Gram Panchayat Election: સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election) માટે મતદાન ચાલી રહ્યું છે. રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલ (Mukesh Patel) પણ મત આપવા માટે પોતાના ગામ પહોંચ્યા હતા. પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને તેમણે પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

ગુજરાત રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલે નધોઈમાં નગર પ્રાથમિક શાળામાં પરિવાર સાથે જઈને મતદાન કર્યુ હતુ. મતદાન કર્યા બાદ તેમણે TV9 ગુજરાતી સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે મે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે અને ગ્રામજનોને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે તેમના ગામમાં 95થી 98 ટકા સુધી મતદાન થવાની સંભાવના વ્યક્ત કરી હતી.

 

મહત્વનું છે કે સુરત જિલ્લામાં 407 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. સમગ્ર જિલ્લામાં 79 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. 391 સરપંચ પદ માટેના ઉમેદવારોનું ભાવિ આજે સીલ થશે. સુરતમાં કુલ 949 મતદાન મથક પરથી મતદાન થઈ રહ્યુ છે. સુરત જિલ્લામાં અતિસંવેદનશીલ 94 મતદાન મથક અને સંવેદનસીલ 267 અને 588 સામાન્ય મતદાન મથકો છે.

 

આ પણ વાંચો : Maharashtra : ગૃહ પ્રધાન અમિત શાહે પૂણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં કરી પુજા, જાણો શાહનો આજનો કાર્યક્રમ

 

આ પણ વાંચો : અમદાવાદમાં ઓમિક્રોનની એન્ટ્રી! લંડનથી દુબઇનો પ્રવાસ કરીને આવેલા આણંદના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ

 

આ પણ વાંચોઃ Spy Tools for Cricketers : શું Spy Toolsનો ઉપયોગ ખેલાડીઓ અને અધિકારીઓ પર નજર રાખવા માટે થશે ? ખેલાડીઓમાં ચિંતા વધી

Next Video