સુરત : વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ, જુઓ વીડિયો

|

Jun 25, 2024 | 11:14 AM

ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ઉમરપાડાના પીનપુર, ચાવડા, કેવડી, ચકરા, ચવડા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો.

સુરત : ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ઉમરપાડાના પીનપુર, ચાવડા, કેવડી, ચકરા, ચવડા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. સુરતનો ઉમરપાડા તાલુકો સારા વરસાદ માટે જાણીતો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં પડે છે

ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતો વાવણી લાયક વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા જેમણે રાહત અનુભવી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. શેરડી, ડાંગર અને કપાસના ઉભા પાકની વાવણી શરૂ થઇ છે. પાકને નિયત પાણી મળી રહેતા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ એક સપ્તાહ મોડું પહોંચ્યું છે.

 

Input Credit : – Mehul Bhokalva, Olpad

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video