Surat Rain: સુરતમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ, જુઓ Video

આજે જન્માષ્ટમી પર્વ છે અને સુરત શહેરમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. બપોર બાદ સુરત શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. એક તરફ જન્માષ્ટમી પર્વને લઈને શહેરમાં ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા તેવામાં વરસાદ શરૂ થતાં ગોવિંદા મંડળોમાં ઉત્સાહ બેવડાયો છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 6:15 PM

છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી અને બફારાથી સુરતના લોકો પરેસાન થઈ રહ્યા હતા. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અને જન્માષ્ટમી પર્વના દિવસે જ મેઘરાજાની સવારી સુરત શહેરમાં આવી પહોંચી હતી, શહેરમાં આજે બપોરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, આ દરમ્યાન સાંજના સમયે વરાછા, કતારગામ, લીંબયાત સહિત શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ઉલ્લેખનીય છે કે કૃષ્ણ જન્મોત્સવને લઈને સુરત શહેરમાં અનેક જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, દરમ્યાન મેઘરાજાની સવારી શહેરમાં આવી પહોંચી હતી અને વરસાદ શરૂ થતાં ગોવિદા મંડળોમાં ઉત્સાહમાં આવી ગયા હતા અને વરસતા વરસાદમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો : Surat: વરસાદ ખેંચાયો હવે શું થશે, સુરતમાં માંગરોળના ખેડૂતોની હાલત કફોડી, જુઓ Video

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં મેઘરાજાએ વિરામ લેતા ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો, આ દરમ્યાન આજે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">