Surat : શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આપ્યો સ્વચ્છતાનો અનોખો સંદેશ, શિક્ષકો અને આચાર્યએ કરી શૌચાલયની સફાઈ, જુઓ Video

|

Jan 17, 2023 | 1:22 PM

પ્રફુલ પાનસેરીયાએ કોઈ પણ જાતના પ્રવચન કે ટીપ્પણી વગર કરેલા આચરણથી શાળાના શિક્ષકો અને આચાર્યના હ્રદયને સ્પર્શી ગયું હતું. જેના પગલે આજે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા હોંશે- હોંશે બાથરુમ અને શૌચાલયોની સાફ સફાઈ કરવામાં આવી છે.

સુરતની પ્રાથમિક શાળાની મુલાકાત સમયે શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતાં. પ્રફુલ્લ પાનસેરીયાએ 13 જાન્યુઆરીએ સુરતના લસકાણા ખાતે આવેલી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે તેમને શાળાના શૌચાલય ગંદા લાગતા પોતાની જાતે જ શૌચાલય સાફ કરવાનું શરુ કર્યું હતું અને લોકોને સ્વચ્છતા રાખવા માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે. પ્રફુલ્લ પાનસેરીયાએ કોઈ પણ જાતના પ્રવચન કે ટીપ્પણી વગર કરેલા આચરણથી શાળાના શિક્ષકો અને આચાર્યના હ્રદયને સ્પર્શી ગયું હતું. જેના પગલે આજે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા હોંશે- હોંશે બાથરુમ અને શૌચાલયોની સાફ સફાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વચ્છતાનો આપ્યો અનોખો સંદેશ, ડુંગરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ટોયલેટ બાથરૂમની કરી જાતે સફાઈ

શિક્ષણ મંત્રીએ ધાર્યું હોત તો બીજા પાસે કરાવી શકત

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા શાળાના શૌચાલયને જાતે પાણીથી ધોઈને સાફ-સફાઈ કરી, તેમણે ધાર્યું હોત તો શાળાના પટાવાળા કે અન્ય સાફ-સફાઈકર્મીને બોલાવીને તેને સ્વચ્છ કરાવી શક્યા હોત. પરંતુ તેમણે આ જાતે સાફ-સફાઈ કરીને લોકો વચ્ચે એક સંદેશો વહેતો કરવાનો હતો. સ્વચ્છતા તમામ માટે ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે. આ પ્રકારનો સંદેશો લોકો સુધી ખૂબ જ મજબૂતાઈથી પહોંચી શકે તે માટે તેમની આ કામગીરી જોવા મળી રહી છે.

Published On - 1:22 pm, Tue, 17 January 23

Next Video