Surat: ઉછીના 2 લાખ લેનાર વૃદ્ધ ખેડૂત પાસેથી 20.55 લાખ પડાવનારા 4 વ્યાજખોર જેલ હવાલે
વૃદ્ધ ખેડૂતના પુત્ર અને વહુએ વ્યાજખોરો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ વૃદ્ધના પુત્રનું નિધન થતા વ્યાજખોરોએ કડક ઉઘરાણી શરૂ કરી હતી. વ્યાજખોરોએ એટલી હદ સુધીનો ત્રાસ આપવાનો શરુ કર્યો હતો કે વૃદ્ધ ખેડૂતે તેનો પ્લોટ પણ ગીરવે મુકાવી દીધો હતો.
સુરત(Surat)માં વ્યાજખોરોનો આતંક યથાવત છે. સુરતના જહાંગીરપુરા પોલીસે( police) એક વૃદ્ધ ખેડૂત(Old farmer)ને ત્રાસ આપતા ચાર વ્યાજખોરોની ધરપકડ કરી છે. આ શખ્સો પર વૃદ્ધ ખેડૂત પાસેથી 20.55 લાખ રૂપિયા પડાવવાનો આરોપ છે.
ઘટના કઇક એવી છે કે વૃદ્ધ ખેડૂતના પુત્ર અને વહુએ વ્યાજખોરો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ વૃદ્ધના પુત્રનું નિધન થતા વ્યાજખોરોએ કડક ઉઘરાણી શરૂ કરી હતી. વ્યાજખોરોએ એટલી હદ સુધીનો ત્રાસ આપવાનો શરુ કર્યો હતો કે વૃદ્ધ ખેડૂતે તેનો પ્લોટ પણ ગીરવે મુકાવી દીધો હતો. વ્યાજખોરોએ અત્યાર સુધીમાં ખેડૂત પાસેથી 20.55 લાખ રૂપિયા પડાવ્યા છે.
સુરતમાં જહાંગીરપુરા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇને જહાંગીરપુરા પોલીસે તપાસ શરુ કરતા વ્યાજખોરોના આતંક વિશે તમામ માહિતી સામે આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે વ્યાજખોરોએ ચપ્પુની અણીએ ખેડૂત પાસે રૂપિયા 20.55 લાખ રુપિયાની ઉઘરાણી કરી હતી. ખેડૂતના પુત્ર અને તેના વહુએ જરુરિયાત હોવાથી આ ચાર લોકો પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરો રુપિયા વ્યાજે લેનાર પુત્રને પણ ત્રાસ આપતા હતા. જો કે પુત્રના મૃત્યુ બાદ વ્યાજખોરોએ ખેડૂત પિતાને ત્રાસ આપવાનું શરુ કર્યુ હતુ.
અંતે વ્યાજખોરોના આતંકથી કંટાળેલા વૃદ્ધ ખેડૂતે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ચાર વ્યાજખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા
આ પણ વાંચોઃ Photos : બ્લેક ડ્રેસમાં સાઉથ ક્વીન સામંથાએ વરસાવ્યો કહેર, જુઓ અભિનેત્રીનો કાતિલાના અંદાજ