સુરત : ટ્રાફિક નિયમ માટે લાપરવાહ લોકો ચેતી જજો! નિયમભંગ બદલ દંડ નહીં 5 કલાકની પેનલ્ટી લાગશે, જુઓ વીડિયો

|

Jun 19, 2024 | 9:42 AM

સુરત : સુરતમાં પોલીસે ટ્રાફિકના નિયમો તોડનારા સામે નવી પધ્ધતિ અપનાવી છે.હવે નિયમભંગ જો તમે કર્યો તો પોલીસ સ્ટેશનમાં 5 કલાક બેસી રહેવું પડશે અને પોલીસનું નિયમ અંગેનું ભાષણ સાંભળવું પડશે.

સુરત : સુરતમાં પોલીસે ટ્રાફિકના નિયમો તોડનારા સામે નવી પધ્ધતિ અપનાવી છે.હવે નિયમભંગ જો તમે કર્યો તો પોલીસ સ્ટેશનમાં 5 કલાક બેસી રહેવું પડશે અને પોલીસનું નિયમ અંગેનું ભાષણ સાંભળવું પડશે.

રોંગસાઈડ વાહન હંકારતા લોકોની સાન ઠેકાણે લાવવા સુરત પોલીસે એક નવો જ અભિગમ અપનાવ્યો છે.અત્યાર સુધી તો ટ્રાફિક નિયમ તોડો એટલે પોલીસ મેમો આપી દેતી હતી પણ હવે એવું થશે નહીં. સ્કૂલમાં તોફાની બાળકને જેમ ક્લાસની બહાર એક પિરિયડ માટે ઉભો રખાતો હોય છે એમ વાહનચાલકોમાં જાગૃતિ લાવવા પોલીસ 5 કલાકની પેનલ્ટી ફટકારશે. એટલે કે પોલીસ અધિકારી આવા નિયમ તોડનારાઓને 5 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખશે અને નિયમો વિશે સમજાવશે. આ માટે પોલીસની 50થી વધુ ટીમો મેદાનમાં ઉતરી છે.

આ પણ વાંચો : સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી, સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉઠી માગ- Video

Published On - 9:41 am, Wed, 19 June 24

Next Video