Surat Video : પુણા વિસ્તારમાં PCBના દરોડા, ડેટા એન્ટ્રી ના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની ધરપકડ

| Edited By: | Updated on: Aug 25, 2023 | 12:14 PM

સુરતના પુણા વિસ્તારમાં ડેટા એન્ટ્રીના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયુ છે. પુણા વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને ડેટા એન્ટ્રીના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપ્યું છે.

Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા કૌભાંડ બહાર આવી રહ્યા છે તો કેટલાક ઠગબાજો પકડાઈ રહ્યાં છે. આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના પુણા વિસ્તારમાં ડેટા એન્ટ્રીના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપાયુ છે. પુણા વિસ્તારમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાં તેમને ડેટા એન્ટ્રી ના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર ઝડપ્યું છે.

આ પણ વાંચો : Surat Video : કલાસીસ સેન્ટર સહિત અનેક એકમો પર GST વિભાગના દરોડા, 40 કરોડ રુપિયાથી વધુની કરચોરી પકડાઈ

આ કોલ સેન્ટર કોલ કરીને કોર્ટ કેસ અને પોલીસ કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. PCBએ કોલ સેન્ટરમાંથી 2.84 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે. PCBએ દિપેશ હિમંત વાઘ,લલીત રામકૃષ્ણ બાવિસ્કર અને જય અજયભાઈ ગુલાલેની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા ONE SOLUTIONS નામની કંપની બનાવી હતી. આ કંપની “વર્ક ફ્રોમ હોમ” કરવા ઇચ્છુક લોકોને ઓનલાઈન ડેટા એંટ્રીનુ જોબવર્ક આપી છેતરતા હતા.

પીસીબીએ પોલીસ દરોડા કરી ઓફિસમાંથી રૂપિયા 2,24,500ના 23 મોબાઈલ ફોન તથા રૂપિયા 60000 ના નંગ 3લેપટોપ ગ્રાહકોને મોકલવામાં આવેલ લીગલ નોટિસ, કોર્ટ અને પોલીસ કેસ કરવાની ધમકી આપતા મેઈલ મળી કુલ રૂપિયા 2,84,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપીઓ દ્વારા “વન સોલ્યુશન” નામની કંપની બનાવીને વર્ક ફોર્મ હોમ નામે ડેટા એન્ટ્રીનું નું કામ કરવા ઈચ્છુક યુવક અને યુવતીઓનો સંપર્ક કરી તેને લિંક મોકલી કામ આપવામાં આવતા હતા.

તેમના કામોમાં કોઈક રીતે ભૂલો કાઢી કોન્ટ્રાક્ટ ભંગ કરવા બદલ પોલીસ અને કોર્ટ કેસ કરવાની ધમકી આપી ગ્રાહકો પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવવામાં આવતા હતા. આ અંગે પુણા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ ઉંડાણપર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે કોલ સેન્ટરના મુખ્ય સંચાલક સુદર્શન પ્રભાકર પાટીલ (રહે.રત્નપ્રભા સોસાયટી લિંબાયત) ને વોન્ટેડ જાહેર કર્યો હતો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Aug 25, 2023 07:00 AM