AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Video : કલાસીસ સેન્ટર સહિત અનેક એકમો પર GST વિભાગના દરોડા, 40 કરોડ રુપિયાથી વધુની કરચોરી પકડાઈ

Surat Video : કલાસીસ સેન્ટર સહિત અનેક એકમો પર GST વિભાગના દરોડા, 40 કરોડ રુપિયાથી વધુની કરચોરી પકડાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 1:36 PM
Share

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લા અને શહેરોમાંથી GST કૌભાંડ પકડાઇ રહ્યા છે. સુરતમાં ડોકટરો, કલાસીસ સેન્ટર તેમજ અન્ય વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને રજિસ્ટરથી થતી કરચોરીનો પર્દાફાશ થયો છે.

GST Raids : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લા અને શહેરોમાંથી GST કૌભાંડ પકડાઇ રહ્યા છે. સુરતમાં ડોકટરો, કલાસીસ સેન્ટર તેમજ અન્ય વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને રજિસ્ટરથી થતી કરચોરીનો પર્દાફાશ થયો છે. GST વિભાગના દરોડામાં કુલ 40 કરોડ રુપિયા કરતા પણ વધારે રુપિયાના વ્યવહારના કૌભાંડ બહાર આવ્યા છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં ફરી એકવાર BRTS રુટ પર સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

દરોડામાં સંસ્થાઓ અને વેપારીઓની રોકડ નીતિ પર ઘા કરવામાં આવ્યો છે. કરચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી મોડસ ઓપરેન્ડીને તોડવા માટે અધિકારીઓએ પ્રયાસ હાથ ધર્યો છે. સુરતમાં આવેલા એનિમેશન સેન્ટર, કોમ્પ્યુટર ક્લાસિસ, દવાખાના અને તમાકુના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં બિલ વગર નીકળેલા માલની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 24, 2023 01:23 PM
g clip-path="url(#clip0_868_265)">