સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયુ સમાધાન પંચ , છૂટાછેડા સહિતના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે કરાઈ રચના

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયુ સમાધાન પંચ , છૂટાછેડા સહિતના સામાજિક પ્રશ્નોના નિવારણ માટે કરાઈ રચના

| Edited By: | Updated on: Oct 08, 2026 | 9:57 PM

સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ‘સમાધાન પંચ’ શરૂ કરવામાં આવ્યું છે. છૂટાછેડા, મિલકત સહિતના વિવાદો કોર્ટ સુધી પહોંચતા પહેલાં પંચ દ્વારા સુલઝાવવામાં આવશે. 11 સભ્યોની સમિતિ, જેમાં મહિલા આગેવાનો અને નિવૃત્ત પોલીસ અધિકારીઓનો સમાવેશ છે, તે 11 ઓક્ટોબરથી કાર્યરત થશે.

સુરતના સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સામાજિક પ્રશ્નોના સુચારુ સમાધાન માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે ‘સમાધાન પંચ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પંચનો મુખ્ય હેતુ સમાજમાં ઉદ્ભવતા છૂટાછેડા, મિલકત વિવાદો અને અન્ય સામાજિક પ્રશ્નોને કોર્ટ સુધી પહોંચતા પહેલાં પરસ્પર ચર્ચા અને સમજૂતી દ્વારા ઉકેલવાનો છે.

આ પંચ માટે 11 સભ્યોની એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં મહિલા આગેવાનો, અનુભવી વકીલો, સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને નિવૃત્ત પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. પાટીદાર સમાજના અગ્રણી જગદીશ ખૂંટને આ સમાધાન પંચના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરથી આ સમાધાન પંચ સત્તાવાર રીતે કાર્યરત થશે. પંચની બેઠકો દર સોમવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી યોજાશે, જ્યારે અરજીઓ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ પ્રયાસ દ્વારા સમાજના સભ્યોને ઝડપી અને સુલભ ન્યાય મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

AI ની દુનિયાના મંચ પર હિંદુ સંતની એન્ટ્રી, એન્થ્રોપિકે હવે AI ને સદાચારના પાઠ ભણાવવા હિંદુ સંતને કર્યા આમંત્રિત- Video

Published on: Oct 08, 2026 09:57 PM
Follow Us
Loading...
Unable to load recommendations.