Surat: હવે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પણ મળશે, જાણો કિંમત

| Edited By: | Updated on: May 11, 2023 | 5:59 PM

સુરતમાં લોકો ભર ઉનાળે આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી. આ આઈસ્ક્રીમની કિંમત 1 હજાર રૂપિયા છે. ભાવ સાંભળીને જ આખો ખૂલી જશે. આ આઈસ્ક્રીમ સમાન્ય નથી પરંતુ 24 કેરેટ ગોલ્ડ પલેટેડ છે. સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા આ અનોખો આઈસ્ક્રીમ તૈયાર કરાયો છે.

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત છે. કારણ કે સુરતનું જમણ દેશ વિદેશમાં વખણાય છે. ત્યારે ખાણીપીણીના શોખીન સુરતીઓ હાલમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે અને આ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની કિંમત 1 હજાર રૂપિયા છે. સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા આ અનોખો આઈસ્ક્રીમ તૈયાર કરાયો છે.

 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે તેમજ કાળઝાળ ગરમી પણ પડી રહી છે. સુરતમાં લોકો બરફ ગોળા તેમજ આઈસડીશની મજા માણી રહ્યા છે. ત્યારે આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે. આ આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ ખૂલીને ખુલી રહી જશે. કારણ કે આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઈસ્ક્રીમ ની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. તેમજ આ આઈસ્ક્રીમની અંદર જે કોન અપાઈ છે તે પણ ગોલ્ડ બોલથી સજાવાય છે.

આમ તો લોકોએ અનેક પ્રકારના આઈસ્ક્રીમ જોયા હશે અને ખાધા પણ હશે. પરંતુ સુરતમાં તૈયાર થયેલો આ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ખાસ આઈસ્ક્રીમ ની કિંમત 1000 રૂપિયા છે સાથે તમને 18% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે.

આ પણ વાંચો : સોમનાથ મંદિરના 73મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક કરાઈ ઉજવણી, 101 તોપોની સલામી સાથે કરાઈ હતી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા

આઈસ્ક્રીમ વિક્રેતા ડો.પિનાક જાદવએ જાણાવ્યું હતું કે 1 હજાર રૂપિયાના આઈસ્ક્રીમની અંદર લોકોને ગોલ્ડ કોનની અંદર બ્રાઉની, ઘણા બધા ડ્રાયફ્રુટ્સ, ચોકલેટ શિરપ વેગેરે સાથે ફ્લેવર પણ છે. તેનો ટેસ્ટ પણ ખુબ જ યુનિક છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમ ખાવા માટે તો લોકો આવે જ છે પરંતુ આઈસ્ક્રીમને બનતો જોવાની પણ એક અલગ મજા છે. લોકો ખાસ આઈસ્ક્રીમ બનતા જોવા માટે પણ આવી રહ્યા છે. આ આઈસ્ક્રીમને ખાવા માટે લોકો દુર દુરથી આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 11, 2023 05:55 PM