સુરત : બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં આયોજિત મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા,જુઓ વીડિયો
સુરતઃ વર્ષ 2019 માં અમદાવાદના કાંકરિયા ખાતે ચકડોળ દુર્ઘટના બાદ સરકારે મેળાઓમાં લાગતી ચકડોળને લઈ નિયમો કડક બનાવ્યા છે.દરેક જિલ્લામાં સલામતી માટે સમિતિની રચના કરવામાં આવી છે. કડક કાયદા છતાં મેળાઓમાં ચકડોળમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.
સુરતઃ વર્ષ 2019 માં અમદાવાદના કાંકરિયા ખાતે ચકડોળ દુર્ઘટના બાદ સરકારે મેળાઓમાં લાગતી ચકડોળને લઈ નિયમો કડક બનાવ્યા છે.દરેક જિલ્લામાં સલામતી માટે સમિતિની રચના કરવામાં આવી છે. કડક કાયદા છતાં મેળાઓમાં ચકડોળમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં આયોજીત મેળામાં દુર્ઘટના બનતા દોડધામ મચી હતી.
બારડોલીના સ્વરાજ આશ્રમ મેદાનમાં મેળામાં અચાનક રાઇડ ચાલુ કરાતા મહિલા અને બાળક ઢસડાયા હતા. અકસ્માતમાં મહિલાને પગના ભાગે ઇજા પહોંચતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.પરિવારજનોએ સંચાલકનો ઉધડો લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાએ ફરિયાદ કરવાનું ટાળતા મામલો થાળે પડ્યો હતો.
Input Credit : Jignesh Mehta- Bardoli
આ પણ વાંચો : સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત, યુવતીને CPR આપી જીવ બચાવ્યો, જુઓ વીડિયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
