Surat: સુરતમાં TVમાં બ્લાસ્ટ થયા બાદ ફર્નિચરની દુકાનમાં આગ લાગી, ફાયર ટીમ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો, જુઓ Video

Surat: સુરતમાં TVમાં બ્લાસ્ટ થયા બાદ ફર્નિચરની દુકાનમાં આગ લાગી, ફાયર ટીમ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2023 | 4:01 PM

સુરતના અડાજણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને આગળ પ્રસરતી અટકાવવાના પ્રયાસો શરુ કર્યા હતા.

સુરતના અડાજણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટીવીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગ આખીય દુકાનમાં પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગને આગળ પ્રસરતી અટકાવવાના પ્રયાસો શરુ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાની ઘટનામાં રાહત રહી હતી કે, કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

ફર્નિચરની દુકાન હોવાને લઈ આગ ખૂબ જ ઝડપથી પ્રસરતી હતી. જેને લઈ તેને અટકાવવી અને જલદીથી કાબૂમાં લેવી જરુરી હતી. આ માટે ફાયરની ટીમ દ્વારા આગને આસપાસની દુકાન સહિતમાં પ્રસરતી અટકાવવા માટે પગલા ઉઠાવ્યા હતા.

આ પણ વાંચોઃ  Ahmedabad: વેપારી પાસેથી પૈસા પડાવતા ખંડણીની ફરિયાદનો મામલો, 2 પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, જુઓ Video

 સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો