Surat: માંડવીનો વેર-૨ આમલી ડેમ થયો ઓવરફ્લો, માંડવીનાં 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા, જુઓ Video
Ver-2 Amli Dam: વેર-2 આમલી ડેમમાં પણ પાણીની આવક નોંધાવવાને લઈ એક દરવાજો ખોલવાની ફરજ પડી છે. પૂરની સ્થિતિને નિવારવા માટે થઈને રુલ લેવલ સ્થિતિ જાળવીને આવક સામે પાણીને નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અનેક નદીઓ પણ બે કાંઠે થઈને વહી છે. સુરત વિસ્તારમાં આવેલ વેર-2 આમલી ડેમમાં પણ પાણીની આવક નોંધાવવાને લઈ એક દરવાજો ખોલવાની ફરજ પડી છે. પૂરની સ્થિતિને નિવારવા માટે થઈને રુલ લેવલ સ્થિતિ જાળવીને આવક સામે પાણીને નદીમાં છોડવાની શરુઆત કરવામાં આવી છે.
હાલમાં પાણીની આવક મર્યાદીત હોવાને લઈ ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. સુરતના માંડવીના વેર-2 આમલી ડેમમાંથી પાણીનો 100 ક્યુસેક જથ્થો નદીમાં છોડવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક તંત્ર દ્વારા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટે પણ એલર્ટ કરવામાં આવ્યા છે.