Surat ના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો , જુઓ Video

| Edited By: | Updated on: Jun 07, 2023 | 8:23 AM

આમલી ડેમની સ્થિતિની વાત કરીએ તો આમલી ડેમની સપાટી 101 મીટર છે.જેમાં 38 MCL પાણી સ્ટોરેજ થાય છે આમલી ડેમમાંથી 30 જેટલા ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.આમ તો આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું

Surat: સુરતના માંડવી તાલુકાની જીવાદોરી સમાન આમલી ડેમ(Amli Dam)  ચોમાસા પહેલા જ થયો ખાલી. જૂન મહિનાના પ્રારંભે જ આમલી ડેમનું તળિયું દેખાતા 13 જેટલા ગામોમાં સિંચાઇના પાણીને લઇને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 1.25 એમસીએલ પાણી બચ્યું છે. જે ડેડ સ્ટોરેજ કેપેસિટી છે. આ પાણી હાલ પીવાના તેમજ પશુના ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન આમલી ડેમ 100 ટકા ભરાઇ ગયો હતો

પરંતુ ઉનાળાના અંત સુધીમાં ડેમમાં પાણીનો ખૂબ ઓછો જથ્થો બચ્યો છે.આથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી શકે તેમ નથી. પરિણામે આમલી ડેમ અને ગોડધા ડેમ વચ્ચે આવતા કેચમેન્ટ એરિયાના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના 13 જેટલા ગામોના ખેડૂતોની મુશ્કેલી વધી છે.તેમાં પણ ચાલુ વર્ષે ચોમાસું મોડું થતાં જગતના તાતના માથે છવાયા છે ચિંતાના વાદળો.

આમલી ડેમની સ્થિતિની વાત કરીએ તો આમલી ડેમની સપાટી 101 મીટર છે.જેમાં 38 MCL પાણી સ્ટોરેજ થાય છે આમલી ડેમમાંથી 30 જેટલા ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.આમ તો આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું .

પરંતુ આ વર્ષે ચોમાસા પહેલા જ પાણી ખૂટી ગયું છે અને હવે સિંચાઇના પાણીનો સમગ્ર આધાર સારા ચોમાસા પર છે જો કે કાકરાપાર ડેમમાંથી પાણી લિફ્ટ કરીને ખેડૂતોને પહોંચાડવામાં આવતું હોવાથી પાણીની મુશ્કેલી નહીં રહે તેમ અધિકારીઓનું કહેવું છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો