સુરત : રખડતાં શ્વાનનો વધ્યો આતંક, દરરોજ 30 થી વધુ લોકો હુમલાનો શિકાર બને છે, જુઓ વીડિયો

|

Feb 06, 2024 | 11:39 AM

સુરતમાં દિવસે દિવસે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રસ્તે જતા રાહદારીઓ રખડતા શ્વાનનો શિકાર બની રહ્યા છે.સુરતની સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 120 શ્વાન કરડવાના કેસ નોંધાઇ રહ્યા છે. અચાનક જ રસ્તે જતા રાહદારીઓ પર શ્વાન ત્રાટકે છે અને કરી દે છે અને કેટલાક કિસ્સાઓમાં જીવલેણ હુમલો થાય છે.

શહેરના ગીચ વસ્તી ધરાવતા પાંડેસરા, ભેસ્તાન, વરાછા, કતારગામ જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનના હુમલા વધ્યા છે. શહેરીજનો શ્વાનના ત્રાસથી રીતસર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ સમસ્યામાંથી તેમને તંત્ર મુક્તિ અપાવે.

રખડતા શ્વાનના હુમલામાં 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. પાંડેસરાના સિદ્ધાર્થ નગરમાં રહેતી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે ઘટના બની હતી.

સુરત સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં દૈનિક નવા 30થી 35 અને જૂના 55થી 60 કેસ નોંધાય છે.એટલે કે દરરોજ શ્વાન કરડવાના 100થી વધુ કેસ સુરતમાં નોંધાય છે. સ્થિતિ એટલી સ્ફોટક છે કે સિવિલમાં એક અલાયદો વોર્ડ શ્વાન કરડવાના કેસ માટે ઉભો કરાયો છે. શ્વાન કરડવાના કેસમાં કેટેગરી મુજબ સારવાર કરવામાં આવતી હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video