Surat: અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક પડ્યો મસમોટો ભૂવો, માટી અને પથ્થર નાખીને ફક્ત સમારકામનો SMCનો દેખાડો, જુઓ Video
સુરત શહેરમાં રોડ પર ભૂવા (Sink Hole) પડવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરમાં ભૂતકાળમાં પણ રોડમાં ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં રોડમાં મસ મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Surat : સુરત શહેરમાં રોડ પર ભૂવા (Sink Hole) પડવાની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. સુરત શહેરમાં ભૂતકાળમાં પણ રોડમાં ભૂવા પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં રોડમાં મસ મોટો ભૂવો પડ્યો છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.
ચોમાસા દરમિયાન સુરત શહેરમાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એટલું તો ઠીક પરંતુ ભર ઉનાળે પણ સુરત શહેરમાં રોડની અંદર મસ મોટા ભૂવા પડ્યા હોવાના અહેવાલો પણ સામે આવી ચૂકયા છે, પરંતુ હાલમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતાં સુરત શહેરમાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક વધુ ઘટના અડાજણ વિસ્તારમાં સામે આવી છે, અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો છે. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોને પડતી હાલાકીને લઈને Tv9 દ્વારા આ સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.TV9ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને કેટલી હાલાકી પડી રહી છે તે અંગે અહેવાલ પ્રસારિત કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ અહીં યોગ્ય કામગીરી કરવાને બદલે માત્ર કહેવા માટે જ ભૂવો પૂરીને તંત્રની ટીમ રવાના થઈ ગઈ હતી.
હાલા ભૂવાની આજુબાજુ બેરીકેટીંગ મૂકી દેવામાં આવ્યા છે તેમજ ભૂવાનું પણ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યો નથી. જેને લઇને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની ટીમ દ્વારા હાલ માત્ર કહેવા માટે જ અહીં પુરાણ કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે ભવિષ્યમાં પણ આ જગ્યાએ ફરી ભુવો પડવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી
સુરત શહેરમાં જે રોડ બનાવવામાં આવે છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ રૂપિયા પાણીમાં જતા હોય તેવું લાગી રહ્યુ છે, કારણ કે શહેરમાં અનેક વખત રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે આ ઉપરાંત અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાઓ હજુ પણ યથાવત રહેવા પામી છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
