વિડીયો : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો હજુ પણ બેદરકાર, કોરોના ગાઇડ લાઇન ભુલાઈ

|

Jan 02, 2022 | 6:31 PM

સુરત શહેરમાં લંબે હનુમાન રોડ સ્થિત ઓપન માર્કેટમાં ખરીદી માટે હજારો લોકોની ભીડ ઉમટી હતી. ભીડમાં લોકોએ માસ્ક પહેર્યા ના હતા

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસો સતત વધારો થઈ રહ્યા છે. જેમાં અમદાવાદના કોરોનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે તેની બાદ સુરત(Surat)શહેરમાં કોરોનાના વધુ કેસો નોંધાય રહ્યા છે. જો કે તેમ છતાં લોકો હજુ પણ કોરોના ગાઇડ લાઇનને ગંભીરતાથી ન લેતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

જેમાં સુરત શહેરમાં લંબે હનુમાન રોડ સ્થિત ઓપન માર્કેટમાં ખરીદી માટે હજારો લોકોની ભીડ ઉમટી હતી. ભીડમાં લોકોએ માસ્ક પહેર્યા ના હતા તેમજ એક-બીજાથી સલામત અંતર પણ જાળવવામાં આવ્યું ના હતું અને પોલીસ વાનની સામે જ બિન્દાસ થઈ લોકોએ કોરોના ગાઈડ લાઈનનો ભંગ કર્યો હતો

મહત્વનું છે કે સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 164 પોઝિટિવ કેસ નોંધાયા છે અને દિવસે-દિવસે સંક્રમણ વધતું જાય છે, આ સ્થિતિમાં લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ભારે પડી શકે છે.

સુરતમાં દિવસે દિવસે વધી રહેલા સંક્રમણ સાથે માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા પણ વધી રહી છે. હાલ સુરતમાં માઈક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા 264ને પાર પહોંચી છે.આરોગ્ય વિભાગના ચોપડે સુરતમાં સૌથી વધુ અઠવામાં 149 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 3709 ઘરનો સમાવેશ થાય છે.

તો રાંદેરમાં 56 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 1027 ઘરનો સમાવેશ થાય છે.સંક્રમણ વધતા હવે આરોગ્ય વિભાગની ટીમોએ નિયંત્રિત ઝોનમાં સતર્કતા વધારી છે.આરોગ્ય વિભાગના અધિકારીનો દાવો છે કે તેઓએ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોળી સમાજનું શકિત પ્રદર્શન, કુંવરજી બાવળિયા સહિત અગ્રણી નેતાઓએ કહી આ વાત

આ પણ વાંચો : અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ, હોસ્પિટલ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી આ ચિંતા

Published On - 6:25 pm, Sun, 2 January 22

Next Video