AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ, હોસ્પિટલ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી આ ચિંતા

અમદાવાદ બન્યું કોરોનાનું હોટસ્પોટ, હોસ્પિટલ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી આ ચિંતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 5:00 PM
Share

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં કેસો ડબલ થઈ રહ્યા છે. તેમજ લોકોનું હોસ્પિટલાઇઝેશન પણ વધ્યું છે. તેથી આગામી 30 દિવસ શહેર માટે ખૂબ જ મહત્વના છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસ સતત વધી રહ્યા છે. જેમાં રાજ્યના સૌથી વધારે કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં નોંધાઈ રહ્યા છે. તેમજ છેલ્લા સપ્તાહ કોરોનાનો કેસમાં ભયજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ત્યારે આગામી 30 દિવસમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બની શકે છે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના(AHNA)પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ(Bharat Gadhvi)સતત વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને આ ચેતવણી આપી છે.

સામાજિક અને રાજકીય  મેળાવડા  ટાળવા જોઇએ

અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં કેસો ડબલ થઈ રહ્યા છે. તેમજ લોકોનું હોસ્પિટલાઇઝેશન પણ વધ્યું છે. તેથી આગામી 30 દિવસ શહેર માટે ખૂબ જ મહત્વના છે. આ દિવસોમાં સાચવવામાં નહિ આવે તો કોરોનાના કેસ વધવાની શક્યતા છે. તેથી લોકોએ બને ત્યાં સુધી સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન અને ફકશનોમાં જવાનું ટાળવું જોઇએ. તેમજ તેની સાથે સાથે રાજકીય  મેળાવડા  પણ ટાળવા જોઇએ.

કોરોના પ્રોટોકોલ મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવી જોઇએ

જો કે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને રાજ્યના રોકાણ માટે મહત્વની ગણી હતી તેમજ તેને કોરોના પ્રોટોકોલ મુજબ કરવાની સલાહ આપી હતી. જ્યારે ફ્લાવર શો અંગે પણ કહ્યું હતું કે આ ઇવેન્ટ ખુલ્લામાં યોજાવવાની છે જો કે તેમાં પણ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટનું પણ ધ્યાન રખાવું જોઇએ.

આ પણ વાંચો : VADODARA : કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની વધુ એક બેદરકારી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : RAJKOT : રાજવી પરિવારનો જમીન વિવાદનો કેસ ફરી ચાલશે, પ્રાંત અધિકારીએ આપ્યો આદેશ

 

g clip-path="url(#clip0_868_265)">