રાજકોટમાં કોળી સમાજનું શકિત પ્રદર્શન, કુંવરજી બાવળિયા સહિત અગ્રણી નેતાઓએ કહી આ વાત
પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દેવજી ફતેપરાએ ચીમકી આપતા કહ્યું કે, તેમની અને કુંવરજી બાવળિયાની તાકાત પક્ષો સારી રીતે જાણે છે
ગુજરાતમાં(Gujarat) જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ રાજકીય પ્રભુત્વ મેળવવા જ્ઞાતિના આગેવાનો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. જેમાં કોળી સમાજને(Koli Community) હાલની ભાજપ(BJP) સરકારમાં અન્યાય થયો હોવાનો કેટલાક આગેવાનોએ આક્ષેપ કર્યો છે.
કુંવરજી બાવળિયાએ પણ આડકતરી રીતે દેવજી ફતેપરાના સૂરમાં સૂર પુરાવ્યો
જેમાં પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દેવજી ફતેપરાએ ચીમકી આપતા કહ્યું કે, તેમની અને કુંવરજી બાવળિયાની (Kunvarji Bavaliya) તાકાત પક્ષો સારી રીતે જાણે છે.સક્ષમ કોળી નેતાઓની અવગણના ન થવી જોઇએ. તો બીજી તરફ પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ અન્યાય અંગે આડકતરી રીતે દેવજી ફતેપરાના સૂરમાં સૂર પુરાવ્યો.
કોળી સમાજ વિધાનસભામાં જઇને જ્ઞાતિ સંમેલન યોજશે
જ્યારે કોળી સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે, જો રાજકીય અવગણના દૂર નહીં થાય તો આગામી સમયમાં કોળી સમાજ વિધાનસભામાં જઇને જ્ઞાતિ સંમેલન યોજશે અને કોળી સમાજને વધુ જાગૃત કરશે.
આ અંગે કોળી સમાજના અગ્રણી અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે,સૌરાષ્ટ્રમાં અનેક સમયથી સમાજના આગેવાનોને મળવાનું થયું ન હતું. જેમાં સ્નેહ મિલન સાથે સામાજિક, રાજકીય અને અન્ય પ્રવુતિઓમાં સમાજના લોકોને આગળ કેવી રીતે વધારી શકાય તે માટે એકત્ર થયા છે. તેમજ આ સમગ્ર સંમેલન બિનરાજકીય છે. આમાં કોઇ રાજકીય વાત થવાની નથી. તેમજ જ્યારે રાજયમાં સમાજ મોટી સંખ્યામાં હોય ત્યારે તેમની પ્રભુત્વ રાજકીય ક્ષેત્રમાં પણ વધે તેવી તેની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે.
આ પણ વાંચો : Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા
આ પણ વાંચો : કોરોનાની દહેશત : અરવલ્લી જિલ્લામાં કલમ 144 લાગુ, કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવા આદેશ