સુરત : હત્યા અને હુમલા જેવા ગંભીર ગુનાના હિસ્ટ્રીશીટરનું પોલીસે સરઘસ કાઢી તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધું, જુઓ વિડીયો
સુરતઃ સુરત પોલીસે માથાભારે શખ્શો અને પ્રજા માટે ત્રાસ સમાન બનેલા તત્વોની શાન ઠેકાણે લાવવા એક અનોખો પ્રાયરોગ કર્યો છે. સુરતમાં માથાભારે છાપ ધરાવનાર ચિરાગ ભરવાડનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોતાને તીસ મારખાં સમજતા શખ્શને રસ્તા ઉપર ફેરવી પોલીસે તેની દાદાગીરી પર ટાઢું પાણી રેડી દીધું હતું.

પોલીસે રસ્તા પર જે જગ્યા પર ચિરાગ ભરવાડે હુમલા જેવી ગંભીર ઘટનાને અંજામ આપ્યું હતું તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપી ચિરાગ ભરવાડ સામે 16થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ માથાભારે શખ્શ હત્યા, વ્યાજ વટાવ સહિતના ગંભીર ગુનાઓમાં આરોપી છે.
Published on: Dec 02, 2023 09:39 AM