સુરતમાં મેઘતાંડવ : કડોદરામાં જળબંબાકારથી NH-48 પર 2 કિમી લાંબો ટ્રાફિકજામ; તંત્ર એલર્ટ, NDRF ની ટીમો તૈનાત

| Updated on: Jul 22, 2026 | 6:43 PM

સુરત અને કડોદરામાં ભારે વરસાદને કારણે હાઇવે પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. કડોદરા ચાર રસ્તા અને NH-48 પર ઘૂંટણસમા પાણી વચ્ચે ટ્રાફિકજામ સર્જાયો છે. સ્થિતિને પહોંચી વળવા મનપા તંત્ર એલર્ટ બન્યું છે અને NDRF ની ટીમો ઉધના તથા પર્વત પાટિયા વિસ્તારમાં તૈનાત કરાઈ છે.

સુરત શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે કડોદરા ચાર રસ્તા, કડોદરા-સુરત સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે-48 પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક બાઇક અને રિક્ષા જેવા વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને ધક્કા મારવાની ફરજ પડી હતી. નેશનલ હાઇવે પર પાણી ભરાવાના કારણે બે કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઉપરાંત કડોદરા પોલીસ ચોકી, સ્થાનિક દુકાનો અને હોટલોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓ ભારે પરેશાન થયા છે.

વરસાદના રેડ એલર્ટને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. મનપા કમિશનર એમ. નાગરાજનના જણાવ્યા અનુસાર, સવારથી જ SMC ના કર્મચારીઓ ફિલ્ડમાં ઉતારી દેવામાં આવ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે, જ્યારે પાણી ભરાવાના કારણે BRTS અને સિટી બસના 5 રૂટ બંધ કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વિના બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.

કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF ની 06 બટાલિયન દ્વારા ટીમોને ખડેપગે રાખવામાં આવી છે. 06 બટાલિયન NDRF ની એક ટીમ પર્વત પાટિયા વિસ્તારમાં અને બીજી ટીમ SMC ના દક્ષિણ ઝોન તથા ઉધના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. NDRF અને SDRF ની ટીમો નાગરિક વહીવટીતંત્ર સાથે સતત સંકલનમાં રહીને રાહત અને બચાવ કામગીરી માટે સક્રિય થઈ છે.

ભારતની સરહદો વિસ્તરશે અને પાકિસ્તાનના થશે ટુકડા! જાણી લો 2029-32 ના યુદ્ધ અંગે જ્યોતિષીની મોટી ભવિષ્યવાણી-જુઓ Video

Follow Us