Surat : બિલ્ડર આપઘાત પ્રયાસ અને કરોડોની જમીન છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદ્દાર આખરે ઝડપાયો, જુઓ Video
સુરતના વરાછાના બિલ્ડર આપઘાત પ્રયાસ અને કરોડોની જમીન છેતરપિંડીના મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદ્દાર બે મહિના બાદ કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.
સુરતના વરાછાના બિલ્ડર સાથે ડાયરીના આધારે રૂ.32 કરોડની ઠગાઈ અને અન્ય બિલ્ડર અશ્વિન ચોવટીયા સાથે પણ ડાયરીના આધારે ઠગાઈ કરી તેને હેરાન કરતા તેણે આપઘાતનો પ્રયાસ કરવાની ઘટનામાં મુખ્ય સૂત્રધાર બિલ્ડર ગુડ્ડ પોદ્દાર બે મહિનાથી વધુ સમયથી ફરાર હતો. ત્યારે ગત રોજ ગુડ્ડુ પોદ્દાર કોર્ટમાં સરેન્ડર કરતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફ્લેટ મકાન અને દુકાનોનો સોદો કરીને તેની ડાયરી બનાવી
સુરતના વરાછા રોડના યસ પ્લાઝા પાછળ આવેલ પ્રભુદર્શન સોસાયટીમાં રહેતા બિલ્ડર પ્રકાશભાઈ ઝવેરભાઈ લીંબાસીયા પાસેથી તેમના નવાગામ ડીંડોલી તળાવ પાસે તથા મોટાવરાછા, ઉત્રાણ અને ડીંડોલી ખરવાસા રોડ ઉપર આવેલા ત્રણ પ્રોજેક્ટમાં અંજની ઉર્ફે ગુડુ પોદાર તથા મધુસુદન દરક, રજની કાપડિયા, ગૌરવ સલુજા તથા ધીરુ હિ૨૫૨ા અને તેમના પુત્ર શ્રેયસ સહીતની ટોળકીએ ભેગા મળીને જુદા-જુદા પ્રોજેક્ટમાં ફ્લેટ મકાન અને દુકાનોનો સોદો કરીને તેની ડાયરી બનાવ્યા બાદ તેના દસ્તાવેજો કરાવી લઈ બિલ્ડર પ્રકાશભાઈને બાકી નીકળતા રૂપિયા 32.61 કરોડથી વધુની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો.
આ અંગે બિલ્ડર પ્રકાશભાઈ લીંબાસીયા એ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર બિહારના અંજની ઉર્ફે ગુડુ પ્રદિપ પોદારએ નામદાર કોર્ટમાં સરેન્ડર કરતા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં થોડા સમય પહેલા સુરતના બિલ્ડર અશ્વિન ચોવટીયા દ્વારા અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ હતું કે તેને ડાયરીના આધારે ગુડ્ડુ પોદાર દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હતો અને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તેણે લખેલી સુસાઇડ નોટમાં ગુડ્ડુ પોદારનો ઉલ્લેખ કર્યો હતો અને આ અંગેના કેસમાં પણ ગુડ્ડુ પોદાર આરોપી તરીકે હતો અને તે નાસતો ફરતો હતો.
આ પણ વાંચો : સિંહણ અને દીપડાનો આતંક, બે બાળકોને દબોચી લીધા, જુઓ Video
બે મહિના બાદ ઝડપાયો
સુરતમાં બિલ્ડરના સાથે આપઘાતના પ્રયાસ અને છેતરપિંડી ના બે ચર્ચિત કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અનેક મોટા માથાઓની ધરપકડ કરી હતી. ડાયરીના આધારે બિલ્ડર સાથે કરવામાં આવતી કરોડોની છેતરપિંડીમાં મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ પોદારને પોલીસ બે મહિનાથી શોધી રહી હતી. જ્યારથી સુરત ક્રાઈમ બ્રાન્ચ માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ત્યારથી તે સુરત છોડીને બહાર ચાલ્યો ગયો હતો. અનેક મોટા રાજનેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સારા સંબંધ હોવાથી તે પકડાતો નહોતો તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. આખરે તે બે મહિના બાદ કોર્ટમાં હાજર થયો અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…