Amreli: સિંહણ અને દીપડાનો આતંક, બે બાળકોને દબોચી લીધા, જુઓ Video

Amreli: સિંહણ અને દીપડાનો આતંક, બે બાળકોને દબોચી લીધા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 7:24 PM

લીલીયાના ખારા ગામમાં 5 માસના બાળકનો સિંહણે શિકાર કર્યો છે. તો બીજી તરફ કરજાળા ગામમાં પણ દીપડાએ 3 વર્ષના બાળકો શિકાર કર્યો હોવાની ઘટના બની છે. અલગ અલગ બનેલી આ બે ઘટનામાં બાળકોના જીવ ગયા છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. લીલીયા અને સાવરકુંડલામાં જંગલી પશુના હુમલાની બે ઘટનાઓ બની. જેમાં બે બાળકોને શિકાર બનાવવામાં આવ્યા છે. લીલીયાના ખારા ગામમાં 5 માસના બાળકનો સિંહણે શિકાર કર્યો છે. બાળક પરિવાર સાથે સૂઈ રહ્યું હતું ત્યારે સિંહણ તેને ઉપાડીને ઝાડીઓમાં લઈ ગઈ હતી. ઘટના બનતા જ પરિવાર સહિત સ્થાનિકો સિંહણ પાછળ ભાગ્યા હતા. જો કે ઝાડીઓમાંથી બાળકના શરીરના અવશેષો જ મળ્યા હતા.

બીજી તરફ સાવરકુંડલાના કરજાળા ગામમાં પણ દીપડાએ 3 વર્ષના બાળકો શિકાર કર્યો હોવાની ઘટના બની છે. બાળક પરિવાર સાથે સૂઈ રહ્યું હતું ત્યારે દીપડો તેને ઉપાડી ગયો હતો. જેમાં બાળકનું મોત નિપજ્યું છે. માનવભક્ષી સિંહણ અને દીપડાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જો કે વનવિભાગે માનવભક્ષી સિંહણ અને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.

લીલીયાના ખારામાં સિંહણના હુમલાની ઘટના સામે આવતાની સાથે જ DCF જયન પટેલ સહિત વનવિભાગની 10 ટુકડીઓ ગામમાં પહોંચી હતી અને માનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. જેમાં વનવિભાગને સફળતા પણ મળી. વનવિભાગની ટીમે સિંહણને પાંજરે પૂરી હતી. તો સાવરકુંડલામાં બનેલી ઘટનામાં પણ માનવભક્ષી દીપડાને વનવિભાગે પકડી લીધો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓના હુમલાની ઘટનામાં વધારો થતા વનવિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો ઘરની બહાર સૂવાનું ટાળે અને સતર્ક રહે.

આ તરફ જંગલી પશુઓના હુમલાની વધતી ઘટનાઓથી સ્થાનિકો પણ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. સ્થાનિકોનું માનીએ તો વાડી વિસ્તારમાં GEB તરફથી નક્કી કરાયેલા કલાકો પ્રમાણે વીજળી નહીં મળતી હોવાથી લોકો ઘરની બહાર સૂવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : સિંહના ટોળાને ઉભી પૂંછડિયે ભાગવું પડ્યું, જુઓ Video

આ સમગ્ર ઘટનામાં ચિંતાનો વિષય એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓ શિકારની શોધમાં માનવ વસાહતોમાં આવી ચઢે છે. પશુપાલકોના પાલતુ પ્રાણીઓને સરળતાથી શિકાર બનાવી શકતા હોવાથી જંગલી પશુઓ માનવ વસાહતમાં આવી ચઢે છે. પરંતુ ક્યારેક આ વન્ય પ્રાણીઓ માણસોને પણ શિકાર બનાવે છે. આ બંને ઘટનાઓ વનવિભાગ માટે પડકારરૂપ છે, જ્યારે સ્થાનિકો માટે ચેતવણીરૂપ છે. જંગલી પશુઓને માનવ વસાહતમાં આવતા રોકવા શક્ય નથી. આ સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો સતર્ક રહે તે જરૂરી બન્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">