Surat : સરકારી મેડિકલ કોલેજની પરીક્ષા શરૂ થયાની 30 મિનિટમાં 227 વિદ્યાર્થીઓને ઉઠાડી મુકાયા, જુઓ આખા વિવાદનો VIDEO

| Edited By: | Updated on: Jan 13, 2023 | 1:48 PM

MBBSના બીજા વર્ષના વિદ્યાર્થીઓ ફાર્માકોલોજી વિષયની પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમા બેસેલા હતાં. ત્યાં જ પરીક્ષા અધિકારીઓએ પરીક્ષા ચાલુ થયાની 30 મિનીટમા જ MBBSના 227વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાવી મુકતા વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો છે.

સુરતની સરકારી મેડિકલ કોલેજમા MBBSના 227 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખરાબ સ્વપ્ન સમાન બનીને રહી ગઈ. કોલેજ પ્રશાસન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષનું મોજુ ફરી વળ્યુ. વાત એમ છે કે બીજા વર્ષની યુનિવર્સિટીની પરીક્ષા યોજાઈ, જેમા સુરતની નવી સીવીલ મેડિકલ કોલેજે વિદ્યાર્થીઓ  ફાર્માકોલોજી વિષયની પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમા પહોચ્યા હતાં, ત્યાં જ પરીક્ષા અધિકારીઓએ પરીક્ષા શરૂ થયાની 30 મિનીટમા જ MBBSના 227 વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાવી મુકયા હતા જેને લઈને વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો. એકસાથે આટલા બધા વિદ્યાર્થીઓને ઉઠાડી મુકવામાં આવતા આ પરીક્ષામાં માત્ર 29 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શક્યા હતા.

આ પણ વાંચો :Chhota Udepur : નસવાડીની શાળામાં શિક્ષકો ‘ઘેર હાજર’, વાલીઓમા જોવા મળ્યો રોષ, જુઓ Video

કોલેજના ડીને વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે વિદ્યાર્થીઓની હાજરી અને માકર્સ ઓછા આવેલા છે તે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાશે નહી. વિદ્યાર્થીઓને પરીક્ષાના ન આપવા દેવાતા વિદ્યાર્થીઓ ઘણા સમય સુધી કોલેજ બહાર ઉભા રહ્યાં હતાં તો પણ તેમને પરીક્ષામાં બેસવા દેવાયા ન હતાં. કોલેજે જણાવ્યું કે આ તમામ વિદ્યાર્થીઓ 40 દિવસ પછી પરીક્ષા આપી શકશે. આમ છતા પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે જો ઓછી હાજરી અને ઓછા માકર્સ આવવાથી પરીક્ષામા બેસવા દેવામાં નોહતા આવનારા તો પહેલેથી પણ આ અંગે જાણ કરી શકાઈ હોત.