Chhota Udepur : નસવાડીની શાળામાં શિક્ષકો 'ઘેર હાજર', વાલીઓમા જોવા મળ્યો રોષ, જુઓ Video

Chhota Udepur : નસવાડીની શાળામાં શિક્ષકો ‘ઘેર હાજર’, વાલીઓમા જોવા મળ્યો રોષ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:47 AM

આ પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા મધ્યાહન ભોજનના સંચાલક શાળાના વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળે છે. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના સંચાલક ભણાવતા વાલીઓમા નારાજગી જોવા મળી છે.

છોટા ઉદેપુરની નસવાડીની શાળામાં લોલમ-લોલમ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના કડક આદેશ હોવા છતા પણ નસવાડીની ખડકીયા પ્રાથમિક શાળાના શિક્ષકો ગેરહાજર જોવા મળ્યાં છે. આ પ્રાથમિક શાળામાં શિક્ષકોની જગ્યા મધ્યાહન ભોજનના સંચાલક શાળાના વિદ્યાર્થીઓને ભણાવતા જોવા મળે છે. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના સંચાલક ભણાવતા વાલીઓમા નારાજગી જોવા મળી છે. વારંવાર શિક્ષકોની અનિયમિતતાથી વાલીઓ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

 

આ પણ વાંચો : Mehsana : મહેસાણામાં તોલમાપ વિભાગની તવાઈ, કુલ 4 વેપારીઓને 1.11 લાખનો દંડ ફટકાર્યો, જુઓ Video

શિક્ષકની વારંવાર ગેરહાજરીના કારણે બાળકોના શિક્ષણ પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે મધ્યાહન ભોજનના સંચાલકે જણાવ્યું કે શાળાના બે શિક્ષકોમાંથી એક શિક્ષક રજા પર છે અને અન્ય શિક્ષક મિંટીગમાં ગયા છે. શિક્ષકોની ગેરહાજરીમાં સંચાલકે જ વિદ્યાર્થીઓને સાચવવા પડે છે. તંત્ર સામે લોકોએ અનેક સવાલો ઉદભવવા સ્વાભાવિક છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે ? કેટલા સમયથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના સંચાલક ભણાવે છે ? આ પ્રકારના પ્રશ્નો ઉદભવતા જોવા મળે છે. આ સમગ્ર મામલાની તપાસ જીલ્લા શિક્ષણ અધિકારી હાથ ધરશે. શાળામાં અનિયમિત શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માંગ કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">