Breaking News : સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ, 100થી વધુ પાર્સલ બળ્યા, કરોડોનું નુકસાન, જુઓ Video

| Edited By: | Updated on: Dec 22, 2025 | 10:16 PM

સુરતના ગોડાદરા વિસ્તારમાં દેવધ પોલીસ ચોકી નજીક આવેલા ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ લાગી. 10થી વધુ ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યા.

સુરતના ગોડાદરા વિસ્તારમાં દેવધ પોલીસ ચોકી નજીક આજે મોટો આગનો બનાવ સામે આવ્યો છે. દેવધ ગામે આવેલા એક ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દિવસ દરમિયાન બનેલો આ આગનો બનાવ શહેરમાં થયેલો બીજો આગનો બનાવ હોવાનું સામે આવ્યું છે.

આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગની તીવ્રતા વધારે હોવાથી 10થી વધુ ફાયર ફાઈટર ગાડીઓને આગ બુઝાવવાની કામગીરીમાં જોડવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલી કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ફર્નિચરના ગોડાઉનમાં લાગેલી આગે બાજુમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનને પણ ઝપટમાં લઈ લીધું હતું. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં 100થી વધુ પાર્સલ સંગ્રહિત હતા, જે આગમાં બળી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાથમિક અંદાજ મુજબ આ આગના બનાવમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં હાઇપ્રોફાઇલ કુટણખાનું ઝડપાયું, 8 થાઈ યુવતીઓને મુક્ત કરાવી
Published on: Dec 22, 2025 10:14 PM