Surat: BRTS રુટ પર 5 લોકોને અડફેટે લેનાર કાર ચાલકને PASA હેઠળ જેલમાં મોકલાયો, દાખલારુપ કાર્યવાહી, જુઓ Video

Surat: BRTS રુટ પર 5 લોકોને અડફેટે લેનાર કાર ચાલકને PASA હેઠળ જેલમાં મોકલાયો, દાખલારુપ કાર્યવાહી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2023 | 3:40 PM

સુરતમાં BRTS રુટ પર અકસ્માત સર્જનારા કાર ચાલકની સામે દાખલા રુપ કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારા કાર ચાલકને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલકને મોકલવામાં આવ્યો છે.

સુરતમાં BRTS રુટ પર અકસ્માત સર્જનારા કાર ચાલકની સામે દાખલા રુપ કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારા કાર ચાલકને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલકને મોકલવામાં આવ્યો છે. કાર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. આ પ્રકારની કાર્યવાહી પ્રથમવાર ગુજરાતમાં કરવામાં આવી છે.

બેફામ કાર હંકારીને સુરતના કાપોદરા વિસ્તારમાં અકસ્માત સર્જયો હતો. જેમાં કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. પોલીસે આરોપીની સામે પાસાની કાર્યવાહી કરીને સમાજમાં એક દાખલો બેસાડવા રુપ કામગીરી કરી છે. બેફામ કાર હંકારતા યુવાનો માટે આ ચેતવણી રુપ કાર્યવાહી છે. આરોપી સાજન ઉર્ફે સની રાકેશભાઈ પટેલને પાસા હેઠળ અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ  Aravalli: ઉત્તર ગુજરાતમાં ફરી કોંગ્રેસમાં ગાબડું, 300 થી વધુ કાર્યકરો 25 આગેવાનોએ સીઆર પાટીલના હસ્તે કેસરીયા કર્યા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 29, 2023 03:35 PM