સુરત : પાન પડીકી ખાવાના શોખીનો સાવચેત રહેજો… ગમેત્યાં પીચકારી મારી તો દંડ ભરવો પડશે, જુઓ વીડિયો
સુરત : તમે ઘણીવાર જોયું હશે કે... બાઈક પર બેસીને રસ્તા પર જતા હોવ અને આગળ જતી કારનો દરવાજો ખુલે એમાંથી પીચકારી વાગે પછી ધડામ દઈને દરવાજો બંધ થઈ જાય છે. ઘણીવાર આગળની બાઈકવાળો, રીક્ષાવાળો બહાર ડોકું કાઢીને માવાની પીચકારી મારીને બિન્દાસ જતો રહે છે.
સુરત : તમે ઘણીવાર જોયું હશે કે… બાઈક પર બેસીને રસ્તા પર જતા હોવ અને આગળ જતી કારનો દરવાજો ખુલે એમાંથી પીચકારી વાગે પછી ધડામ દઈને દરવાજો બંધ થઈ જાય છે. ઘણીવાર આગળની બાઈકવાળો, રીક્ષાવાળો બહાર ડોકું કાઢીને માવાની પીચકારી મારીને બિન્દાસ જતો રહે છે.
હવે આ દ્રશ્યો જોવા નહીં મળે કારણકે અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાએ આવા થુંકણીયાઓને સીસીટીવીમાં જોઈને ભારે ભરખમ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે.જોકે આ લોકોને એવું હશે કે તેમને કોઈ જોતું નથી પણ એમને ખબર નથી કે ઉપરવાલા સબ દેખતા હૈ…અહીં ઉપરવાલા એટલે સીસીટીવી છે.
જો તમે પણ પડીકી ખાવાના શોખીન હોવ તો એ ધ્યાન રાખજો કે હવે જો પડીકી ખાઈને જાહેરમાં થૂંકશો તો 5 રૂપિયાની પડીકીની પીચકારી તમને 500 રૂપિયામાં પડશે. સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થઈ ચુક્યું છે અને એમાં તો આવી ગંદકી ચાલે એમ જ નથી.આ બિરૂદ જાળવી રાખવા પાલિકા મક્કમ છે.