Breaking News : સુરતમાં બારડોલીના ઉવા ગામ નજીક પરિવાર સાથે ખૌફનાક ખેલ! કાર આંતરી આખા પરિવારને નહેરમાં ફેંક્યાનો આક્ષેપ, 2 બાળકો હજુ લાપતા

| Edited By: | Updated on: Nov 24, 2026 | 8:29 PM

બારડોલીના ઉવા ગામ નજીક એક શ્રમજીવી પરિવાર પર કારમાં આવેલા 4 શખ્સોએ હુમલો કરી નહેરમાં ફેંકી દીધા. આ હૃદયદ્રાવક ઘટનામાં માતા-પિતા સહિત ત્રણના મૃતદેહ મળ્યા છે, જ્યારે એક કિશોર બચી ગયો છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારમાં આવેલા ચાર શખ્સોએ એક શ્રમજીવી પરિવારની કારને આંતરી પરિવારજનોને નહેરમાં ફેંકી દીધા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, મહુવા નજીક આવેલી નહેરમાંથી બાળકના માતા-પિતા સહિત કુલ ત્રણ વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે પરિવારના 13 વર્ષીય કિશોરે પાઇપના સહારે નહેરમાંથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, પરિવારનાં અન્ય બે બાળકો હજુ પણ લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લાપતા બાળકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ, આ મામલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આઠ અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાના કારણો અને તેની પાછળની સમગ્ર હકીકત જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરતની સિટી બસમાં વિકરાળ આગ, સદનસીબે મુસાફરો સુરક્ષિત, જાનહાનિ ટળી, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.