સુરત: રેલવે સ્ટેશનની દુર્ઘટના બાદ ઉઠ્યા પ્રશ્નો, ટિકિટ માટે લાંબી લાઈનોથી પણ વિકટ પરિસ્થિતિના ભણકારાનો અંદાજ ન આવ્યો?

|

Nov 12, 2023 | 8:30 AM

સુરતમાં રેલવે સ્ટેશનની દુર્ઘટના અંગે સૌથી આઘાતજનક સમાચાર એ મળ્યા કે જ આ ધક્કામુક્કીમાં અરાજકતા સર્જાઈ જેમાં ચાર લોકો બેભાન થઈ ગયાં અને અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું તો ગભરામણ અને ધક્કામુકીના કારણે મોત જ થઈ ગયું હતું.

સુરતમાં રેલવે સ્ટેશનની દુર્ઘટના અંગે સૌથી આઘાતજનક સમાચાર એ મળ્યા કે જ આ ધક્કામુક્કીમાં અરાજકતા સર્જાઈ જેમાં ચાર લોકો બેભાન થઈ ગયાં અને અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું તો ગભરામણ અને ધક્કામુકીના કારણે મોત જ થઈ ગયું હતું.

બિહાર છપરા ટ્રેનમાં વતન જવા નીકળ્યો હતો.તેના ઘરે તેની રાહ જોતો પરિવાર બેઠો હશે પણ વતન વાપસીની ખુશી નહીં પણ મોતના માતમનાં સમાચાર પહોંચ્યા હતા. ઘરે જવાને બદલે તે ભગવાનને ઘરે પહોંચી ગયો ત્યારે અનેક સવાલ પણ ઉભા થયા છે.

સવાલોના ઘેરામાં રેલ્વે તંત્ર આવ્યું છે

  • આખરે આ વ્યવસ્થાની જવાબદારી કોની છે ?
  • ઘર પરિવારનો આધાર છીનવાયો કોના કારણે ?
  • નિર્દોષ યુવકનું મોત અવ્યવસ્થાને કારણે થયું, જવાબદાર કોણ ?
  • આટલી ભીડ થઈ ત્યાં સુધી પોલીસ શું કરતી હતી ?
  • શું મુસાફરોની સંખ્યા જોઈ પોલીસને અરાજકતાનો અણસાર ન આવ્યો ?
  • શું કોઈ ભયાવહ પરિસ્થિતિની રાહ જોવાઈ રહી હતી ?
  • દર વર્ષે સર્જાતી આ સ્થિતિ માટે રેલવે તંત્ર સજ્જ નથી ?
  • રેલવે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી ?
  • લાખોની ભીડને પહોંચી વળવા કેમ એક્સ્ટ્રા ટ્રેનની વ્યવસ્થા નથી કરાતી ?

આમ રેલવેની અપૂરતી વ્યવસ્થાના પગલે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે છતાં રેલવેના અધિકારી તો કહે છે કે ક્રાઉડ પ્રબંધન માટે પૂરતા પ્રયાસ કરાયા છે.

Next Video