Breaking News : સુરતમાં વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો, ઇકોસેલ પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરી

વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે.ઈકો શેલ પોલીસે લુકાઉટ નોટિસ જાહેર કરી છે.વસંત ગજેરા સહિત નવ આરોપી ફરાર છે.આરોપીઓની કોલ ડીટેલ ના આધારે તપાસ શરૂ કરી છે.

| Edited By: | Updated on: Feb 24, 2026 | 11:26 AM

સુરતમાં વિવાદિત ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો થયો છે.ગજેરા બંધુઓ સામે પોલીસે સકંજો મજબૂત કર્યો છે.રૂ. 1929 કરોડના છેતરપિંડી કૌભાંડમાં લુકાઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.ઈકો સેલ પોલીસે ફરાર આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યું છે.હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ થતાં તમામ 9 આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા હતા.વસંત ગજેરા સહિત તમામ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે.

આરોપીઓની કોલ હીસ્ટ્રી પ્રમાણે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આરોપીઓ વિદેશ ભાગી ન છેટૂ તે માટે સર્ક્યુલર જાહેર કરાયું છે.ભૂતકાળમાં ગજેરા બંધુઓ અને તેમની કંપનીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી ED સહિત અન્ય સાત જેટલા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે.

ગજેરા બંધુઓની મુશ્કેલીમાં વધારો

HCના આદેશ બાદ ગજેરા બંધુ સહિત અન્ય લોકો વિરૂદ્ધ ઈકો સેલમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રૂ.1,978 કરોડની છેતરપિંડીના આરોપમાં વિશ્વાસઘાત, ઉચાપત અંગે ગુનો નોંધાયો છે.‘N’ કોડ સોલ્યુશન નામની કંપનીથી લાગતા વળતા વિરૂદ્ધ પણ ગુનો દાખલકંપનીના ડીલર ગૌતમ પ્રજાપતિ, જે તે વખતના CS, શેર હોલ્ડરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.કંપનીમાંથી ડિરેક્ટર તરીકે કાઢી નાખવા સુનિયોજિત કાવતરૂ રચ્યાનો આરોપ છે.પ્રવીણ અગ્રવાલે જાતે ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું તેવા બોગસ પુરાવા ઉભા કર્યાનો આરોપ છે.

લુક આઉટ નોટિસ એટલે શું?

લુકઆઉટ નોટિસને લુકઆઉટ સર્કુલર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફરાર આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવે છે. આ સિવાય એ આરોપી વિરુદ્ધ આ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પર ભારતથી વિદેશ ભાગી જવાનો શક હોય. લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ વ્યક્તિને એરપોર્ટ કે, પોર્ટ કે પછી કોઈ રેલવે સ્ટેશનપરથી ધરપકડ કરવામાં આવી શકે છે.એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ તેમજ બંદરો અને સરહદો પરના અધિકારીઓને લુકઆઉટ નોટિસ મોકલવામાં આવે છે.

લુકઆઉટ નોટિસ કોણ જાહેર કરે છે?

આ નોટિસ ગૃહ મંત્રાલયના નિયમો અનુસાર જાહેર કરવામાં આવે છે. તે ગુનેગારની તપાસ કરતી એજન્સી દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં ED, CBI અને પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ નોટિસ એક વર્ષ માટે માન્ય રહે છે.

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે અહી ક્લિક કરો