Surat Video : તંત્રએ ફરી રાંદેર અને કતારગામ વચ્ચેનું અંતર ઘટાડ્યું, Weir-cum-Causeway પર વાહનવ્યવહાર શરૂ કરાયો

|

Oct 11, 2023 | 9:51 AM

Surat : સુરતમાં વિયરકમ કોઝવે (Weir-cum-Causeway)વાહન વ્યવહાર માટે શરુ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની સપાટીનોંધપાત્ર ઘટાડો થતા ઘટતા તંત્રએ સફાઈની કામગીરી હાથ ધરી હતી. હવે સ્થિતિ સામાન્ય બનતી નજરે પડતાં વિયરકમ કોઝવે પર વાહન વ્યવહાર શરુ કરી દેવામાં આવ્યો છે.

કોઝવે 6 મીટરના સ્તર બાદ ઓવરફ્લો થાય છે

સુરતમાં આવેલા કોઝવે(Weir-cum-Causeway-Surat)ની ભયજનક સપાટી 6 મીટર છે અને જળસ્તર આ સપાટીને પાર કરતાં કોઝવે ઓવરફલો થાય છે જેના કારણે કોઝવેને વાહનવ્યહાર માટે બંધ કરવાની ફરજ પડે છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફલો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Surat માં Dhoom સ્ટાઈલમાં ચોરીના ગુના બન્યા તો પોલીસે પણ Bollywood Styleમાં ચોરને Sports Bike સાથે ઝડપી પાડ્યો

કોઝવે 1 મહિનો બંધ રહ્યો

અંદાજીત ૧ માસ સુધી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો. દરમ્યાન હાલમાં વરસાદે વિરામ લેતા તેમજ કોઝવેની સપાટીમાં ઘટાડો થતા કોઝવે વાહન વ્યવહાર માટે ફરી શરુ કરી દેવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા કોઝવે ખાતે સાફ સફાઈ તેમજ રેલીંગ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હવે કોઝવે વાહન વ્યવહાર માટે શરુ કરી દેવામાં આવ્યો છે, કોઝવે વાહન વ્યવહાર માટે શરુ કરી દેવામાં આવતા વાહન ચાલકોને મોટો ફેરા લગાવવાથી મુક્તિ મળશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:49 am, Wed, 11 October 23

Next Video