Surat : જન્માષ્ટમીની ઉજવણીની મંજૂરીના પગલે ઇસ્કોન મંદિરમાં ભક્તો આનંદમાં

સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તો આનંદમાં જોવા મળ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે તેઓ સરકાર દ્વારા જારી કરાયેલા કોરોનાના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 4:36 PM

આગામી જન્માષ્ટમીના પર્વને લઇને રાજ્યભરના કૃષ્ણભક્તો ઉત્સાહિત છે.સરકારે પણ મંદિરોને કોરોનાની ગાઇડલાઇન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવાની પરવાનગી આપી છે ત્યારે સુરતના ઇસ્કોન મંદિરમાં ભક્તો આનંદમાં જોવા મળ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે તેઓ સરકાર દ્વારા જારી કરાયેલા કોરોનાના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને જન્માષ્ટમીનો તહેવાર ઉજવશે સાથે જ મંદિરના પ્રશાસને પણ લોકોને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય  છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે. એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે.

તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે.

તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને એક વાહન સાથે છૂટ અપાઇ છે.

હાલ તો ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને સરકારે આપેલી છુટછાટથી ઉત્સાહનો માહોલ છે. અને, આયોજકો સહિત લોકોએ પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.

આ પણ વાંચો :  Gujarat : જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

આ પણ વાંચો : RBI એ નવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">