Gujarati Video :  હાઇકોર્ટના આદેશ બાદ સુરત કોર્પોરેશન એકશનમાં, વિવાદિત જગ્યાનો કબજો માલિકને સોંપાયો

Gujarati Video : હાઇકોર્ટના આદેશ બાદ સુરત કોર્પોરેશન એકશનમાં, વિવાદિત જગ્યાનો કબજો માલિકને સોંપાયો

| Edited By: | Updated on: Mar 02, 2023 | 8:25 PM

સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલીની અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવ્યા બાદ મનપા તંત્ર દોડતું થયું છે. લિંબાયત ટીપી 39ની વિવાદિત જગ્યાનો કબ્જો તેના મૂળ માલિક દિનેશ વખારીયાને સોંપવામાં આવ્યો છે. મનપાના અધિકારીઓની હાજરીમાં દિનેશ વખારીયાની જગ્યા પર તાળું મારવામાં આવ્યું. બીજી તરફ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જગ્યા પર કોઇએ પ્રવેશ કરવો નહીં.

સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલીની અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવ્યા બાદ મનપા તંત્ર દોડતું થયું છે. લિંબાયત ટીપી 39ની વિવાદિત જગ્યાનો કબ્જો તેના મૂળ માલિક દિનેશ વખારીયાને સોંપવામાં આવ્યો છે. મનપાના અધિકારીઓની હાજરીમાં દિનેશ વખારીયાની જગ્યા પર તાળું મારવામાં આવ્યું. બીજી તરફ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જગ્યા પર કોઇએ પ્રવેશ કરવો નહીં. સમગ્ર મામલે મનપા કમિશનર શાલીની અગ્રવાલ 6 માર્ચના રોજ હાઇકોર્ટમાં તેમનો જવાબ રજૂ કરશે. મહત્વનું છે કે હાઇકોર્ટે જગ્યાના કબ્જાને લઇને જે ફટકાર લગાવી હતી તેમાં જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી સહિતના પગલાનો રિપોર્ટ માગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે 6 માર્ચના રોજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક કેસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી અને ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું કે ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા માટે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બદલાવો કરવામાં આવ્યો અને આ જ મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટ નારાજ થયું. એટલું જ નહીં ગુજરાત હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોર્પોરેશન ખાનગી વ્યક્તિના એજન્ટની જેમ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Gujarati video : BMW કાર હિટ એન્ડ રન કેસ, પૂરપાટ દોડતી કારના CCTV આવ્યા સામે, કારમાંથી મળ્યો રાજકીય પક્ષનો ખેસ, જુઓ Video

Follow Us