સુરત : કાયદા નેવે મૂકી તત્કાલીન કલેકટરે સરકારી જમીન ગણોતિયાના નામે ચડાવી દીધી હોવાનો કોંગી નેતા તુષાર ચૌધરીનો આક્ષેપ, જુઓ વીડિયો
સુરતના ડુમસની સરકારી જમીનને તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર કુમારે ખોટા આદેશ કરી ગણોતિયાના નામે ચડાવી દીધી હોવાનો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના બાદ મામલો વિવાદિત બન્યો છે.
સુરતના ડુમસની સરકારી જમીનને તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર કુમારે ખોટા આદેશ કરી ગણોતિયાના નામે ચડાવી દીધી હોવાનો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના બાદ મામલો વિવાદિત બન્યો છે.
સુરતના કલેક્ટર રહેલા આયુષ આકે આ જમીનમાં ગણોતિયાઓના નામ દાખલ કર્યા હોવાનો આદેશ આપ્યાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તો વધુમાં વર્ષ 2015ના કલેક્ટરના હુકમ અને રિપોર્ટને ખોટી રીતે ઓવરરૂલ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તો આ ઘટનામાં ફેબ્રુઆરી 2024 સુધી ફરજ બજાવનાર કલેક્ટરની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ કરાયો છે અને આ મામલે SITની રચના કરી તપાસ કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.
આ પણ વાંચો : ભરૂચ : એસઓજીએ અંક્લેશ્વરમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડી, 40 કિલો નશીલા પદાર્થ સાથે એકની ધરપકડ કરાઈ