સુરત : સિવિલ હોસ્પિટલજર્જરિત બની, લોખંડના ટેકાના સહારે ઉભું છે બિલ્ડીંગ, જુઓ વીડિયો

|

Jul 05, 2024 | 10:35 AM

સુરત : સામાન્ય રીતે હાથ-પગમાં ઈજા થાય તો ઘણીવાર ડોક્ટર્સ લોખંડની પ્લેટ લગાવી આપતા હોય છે પણ સુરતની સિવિલ હોસ્પિટલ તો એવી જર્જરિત થઈ ચુકી છે કે એમાં આખી બિલ્ડિંગમાં લોખંડના ટેકા લગાવવામાં આવ્યા છે.

સુરત : સામાન્ય રીતે હાથ-પગમાં ઈજા થાય તો ઘણીવાર ડોક્ટર્સ લોખંડની પ્લેટ લગાવી આપતા હોય છે પણ સુરતની સિવિલ હોસ્પિટલ તો એવી જર્જરિત થઈ ચુકી છે કે એમાં આખી બિલ્ડિંગમાં લોખંડના ટેકા લગાવવામાં આવ્યા છે.

દર્દીઓ કરતાં પણ વધુ બીમાર એવી હોસ્પિટલને જોઈને તમને નીચેથી પસાર થતાં પણ છત પડવાની બીક લાગી શકે છે.સુરતની સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ છે. અહીં ચાર માળની બિલ્ડિંગને ટકાવી રાખવા લોખંડના ટેકા રાખવામાં આવ્યા છે.

કોઈ માણસના હાથપગ ભાંગી જાય તો ડોક્ટરો લોખંડની પ્લેટ મૂકી આપતા હોય છે. અહીં તો સિવિલની બિલ્ડિંગના જ હાડકાં ખોખરા થયા હોય એમ એમાં પણ લોખંડના ટેકા મુકવામાં આવ્યા છે. પડું… પડું…થઈ રહેલી આ સિવિલ હોસ્પિટલની જર્જરિત દિવાલો, છતોને લોખંડના ટેકાથી ટકાવી રાખવામાં આવી છે. અહીંયા હજારો લોકો સારવાર લેવા આવે છે અને મોટો સ્ટાફ છે.એ બધાની સલામતિની કોઈ ચિંતા છે કે નહીં ?

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video