Surat bus fire : સુરતની સિટી બસમાં વિકરાળ આગ, સદનસીબે મુસાફરો સુરક્ષિત, જાનહાનિ ટળી, જુઓ Video

Surat bus fire : સુરતની સિટી બસમાં વિકરાળ આગ, સદનસીબે મુસાફરો સુરક્ષિત, જાનહાનિ ટળી, જુઓ Video

| Updated on: Nov 24, 2026 | 3:38 PM

સુરતના સહારા દરવાજા નજીક SMC સિટી બસમાં ભીષણ આગ લાગી હતી. બ્રિજ નીચેથી પસાર થતી બસમાં અચાનક આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

સુરતના સહારા દરવાજા પાસે SMC સિટી બસમાં ભીષણ આગ લાગી હતી. બ્રિજ નીચેથી પસાર થતી આ સિટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. બસમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

ઘટના સમયે બસમાં અંદાજે પાંચથી છ મુસાફરો સવાર હતા. જોકે, બસ ડ્રાઇવર અને મુસાફરોએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક બસમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખી સિટી બસ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બસોની જાળવણી અને સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

ભાજપ-અકાલી દળનું ફરી ગઠબંધન, અમિત શાહે પંજાબ માટે કર્યો મોટો સંકલ્પ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.