surat : કોરોનાને લઇને કાપડ ઉદ્યોગને મોટું નુકસાન, બે મહિનામાં જ ધંધો પડી ભાંગ્યો
કોરોના સંક્રમણ વધતા અન્ય રાજ્યોના વેપારી ખરીદી કરવા આવતા નથી. આ ઉપરાંત અગાઉ આપેલા જૂના ઓર્ડર પણ કેન્સલ થઈ ગયા છે. દિવાળી સારી જતા વેપારીઓએ મોટી સંખ્યામાં કરેલો સ્ટોક હવે આગામી એપ્રિલ-મે મહિનાની સિઝનમાં ઉપયોગ કરવો પડશે.
સુરતમાં કોરોના સંક્રમણ વધતા કાપડ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં લગ્નસરાની સિઝનના બે મહિનામાં જ ધંધો પડી ભાંગ્યો છે. કોરોના વકરતા સરકારે 1 હજારને બદલે 150 મહેમાનોની મર્યાદા મૂકી. જેથી સાડી અને ડ્રેસ મટીરિયલની માગણીમાં મોટો ઘટાડો થયો છે. કાપડ ઉદ્યોગને 2 મહિનામાં 6 હજાર કરોડનો ફટકો પડ્યો છે. કોરોનાના કારણે યુપી, દિલ્લી, રાજસ્થાન, મહારાષ્ટ્રના વેપારી આવતા હતા તે ઘટી ગયા છે.
કોરોના સંક્રમણ વધતા અન્ય રાજ્યોના વેપારી ખરીદી કરવા આવતા નથી. આ ઉપરાંત અગાઉ આપેલા જૂના ઓર્ડર પણ કેન્સલ થઈ ગયા છે. દિવાળી સારી જતા વેપારીઓએ મોટી સંખ્યામાં કરેલો સ્ટોક હવે આગામી એપ્રિલ-મે મહિનાની સિઝનમાં ઉપયોગ કરવો પડશે. સુરતના મોટાભાગના વેપારીઓ પોતાનો જૂનો સ્ટોફ ક્લિયર કરવાની મથામણમાં પડ્યા છે. જો જૂનો સ્ટોક ન વેચાય તો વેપારીઓની એક મોટી મૂડી ફસાયેલી રહે છે.
નોંધનીય છેકે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવાની સાથે જ સુરતના કાપડઉદ્યોગમાં તેજીનો માહોલ હતો. તેમાંપણ દિવાળી ટાણે વેપારીઓનો ધંધો ખુબ જ સારો રહ્યો હતો. આ ઉપરાંત દિવાળી બાદના લગ્નસરાની સિઝનમાં પણ વેપારીઓને તગડી કમાણી થઇ હતી. પરંતુ, ફરી કોરોનાએ માથું ઉંચકતાની સાથે જ ફરી કાપડના ધંધાને ગ્રહણ લાગ્યું છે. અને, હવે ફરી આ ધંધો કયારે તેજીમાં આવે છે તેની રાહ જોવાઇ રહી છે.
આ પણ વાંચો : SURAT : અનોખા ઓનલાઈન સમૂહ લગ્નોત્સવ 20 ફેબ્રુઆરીએ યોજાશે, 100 કરતા વધુ દેશોમાં LIVE પ્રસારણ કરાશે
આ પણ વાંચો : Surat : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ share કર્યો ખુબસુરત સુરતનો આ વિડીયો