Surat: કતારગામ ઝોન કચેરીમાં અધિકારીઓ અને કોર્પોરેટરોની બેઠકમાં વિવાદ, કાર્યપાલક ઈજનેરની કામગીરીથી કોર્પોરેટરોમાં અસંતોષ, જુઓ Video

|

Jun 02, 2023 | 11:24 PM

સુરત મહાનગરપાલિકાની બેઠકમાં નારાજગી સામે આવી છે. નારાજ કોર્પોરેટરોએ બેઠક અધૂરી મૂકીને ચાલતી પકડી હોવાની ઘટના બની હતી. કતારગામ ઝોનમાં અધિકારીઓ-નગરસેવકોની બેઠક હતી. કતારગામ ઝોનમાં ચોમાસાની કામગીરી ન થયાનું સામે આવ્યું હતું જે અંગે કાર્યપાલક ઇજનેરની કામગીરીથી કોર્પોરેટરો નારાજ થયા હતા.

Surat: શહેરના કેટલાક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી જવાથી હાલાકી પડતી હોય છે. શહેરના કતારગામ ઝોનના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેને લઈ સુરત મહાનગરપાલિકાના નગરસેવકો અને અધિકારીઓની સંકલન બેઠક યોજવામાં આવી હતી. નીચાણ વાળા વિસ્તારોમાં ભરાતા પાણીથી લોકોને સમસ્યા ન થાય તેથી પ્રિમોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કરાયું હતું. પરંતુ આ બેઠકમાં કતારગામ ઝોનમાં પ્રિમોન્સૂન કામગીરી ન થઇ હોવાની પોલ ખુલી. જેથી ભાજપના કેટલાંક કોર્પોરેટર નારાજ જોવા મળ્યા હતા. બેઠક દરમિયાન કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી.

આ પણ વાંચો : સુરતમાં ડાયમંડ તસ્કરીની ઘટના આવી સામે, કાચા હીરાનો જથ્થો કારીગરે તફડાવી લીધો

બેઠક દરમિયાન અધિકારી અને કોર્પોરેટરો વચ્ચે કેટલાંક મુદ્દે મતભેદ થયા. કોર્પોરેટર ચીમન પટેલ સહિત કેટલાંક કોર્પોરેટર ચાલુ બેઠકમાંથી ઊઠીને બહાર જતા રહ્યા હતા. તેમણે અધિકારીઓની કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. શહેરના વોર્ડ-8ના કોર્પોરેટર ચીમન પટેલે કહ્યું કે અમારા વિસ્તારમાં પ્રિ-મોન્સૂનને લઈને કોઈ પણ કામગીરી થઈ નથી. ચોમાસાની શરૂઆત થવામાં 15થી 20 દિવસ જેટલો સમય બાકી છે. છતાં કોઈ પણ કામગીરી નથી થઇ જે ખરેખર દુઃખદ બાબત છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video