સુરત : જાન્યુઆરી 2024માં અયોધ્યમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશભરમાં રામલલાના મંદિરને લઈને ભારે ઉત્સાહ છે.સુરતના જ્વેલર્સે રામ મંદિરની પ્રતિકૃતિનો હાર બનાવીને રામ મંદિરની સ્મૃતિને ઘરેણાની કળાથી અંકિત કરી છે.
આ હાર જોઈને લાગે છે કે કલાકારોએ સોનાના અક્ષરને બદલે સોનાના આભૂષણથી જ ઈતિહાસ લખી દીધો છે. 40 કલાકારોની એક મહિનાની મહેનત બાદ આ હાર તૈયાર થયો છે. હારના નિર્માણમાં 2 કિલો સોનું અને ચાંદીનો ઉપયોગ થયો છે.આ ઉપરાંત 5 હજારથી વધુ નંગ હીરાનું જડતર કામ કરાયું છે.હારની સાથે ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે.આભૂષણ કાળાના ઉત્તમ નમૂના સમાન આ હારને રામ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.હાલ રામ મંદિરની પ્રતિકૃતિ એવો આ હાર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:25 pm, Tue, 19 December 23