Surat : નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ જાડેજા લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

Surat : નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ જાડેજા લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

| Updated on: Dec 19, 2025 | 3:51 PM

સુરત જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડ કરનારા આરોપીઓએ અસલી પોલીસ અધિકારીને ACBના છટકામાં ફસાવ્યા છે. કિમ પોલીસ સ્ટેશનના PI પ્રવીણ જાડેજા અને મધ્યસ્થી બનેલા વકીલ ચિરાગ ગોંડલિયાને અમદાવાદ ACBએ ₹3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

કિમ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા હનીટ્રેપ ગોઠવીને અને નકલી પોલીસ બનીને લોકો પાસે તોડ કરવાની એક ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કેસમાં વધુ કલમોનો ઉમેરો ન કરવા અને તપાસમાં રાહત આપવા માટે કિમ PI પ્રવીણ જાડેજાએ ₹10 લાખની તોતિંગ લાંચની માંગણી કરી હતી. ₹90 હજારનો પગાર મેળવતા PI જાડેજાએ વકીલ ચિરાગ ગોંડલિયા મારફતે આ સોદાબાજી કરી હતી.

નકલી પોલીસે અસલી પોલીસને ફસાવી

લાંચની રકમ અંગે થયેલી રકઝકના અંતે ₹3 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે, નકલી પોલીસ બનીને તોડ કરનારા આ આરોપીઓ લાંચ આપવા માંગતા નહોતા, તેથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો. ABCએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. વકીલ ચિરાગ ગોંડલિયા જ્યારે PI વતી લાંચની રુપિયા લેતા હતા, ત્યારે જ ABCની ટીમે ત્રાટકીને બંનેને દબોચી લીધા હતા.

ACBની કડક કાર્યવાહી

અમદાવાદ ACB દ્વારા PI પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ ટ્રેપ બાદ સમગ્ર કેસની વધુ તપાસ સુરત ACB એકમને સોંપવામાં આવી છે. પોલીસ બેડામાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ જાગી છે કે ગુનેગારોએ જ પોલીસને ભ્રષ્ટાચારના કેસમાં પકડાવી દીધી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો